Page Views: 13339

ટેક્સને લગતી સમસ્યા દૂર કરવા ઇન્કમટેક્ષ વિભાગ લાવશે નવી એપ

હવે બધુ જ આંગળીનાં ટેરવે : ઓફિસના ધક્કા બચશે

નવી દિલ્હી:

        આપની આવક સાથે જોડાયેલા તમામ આંકડાઓ હવે જલદી જ આપના મોબાઈલમાં હશે. ઈનકમ ટેકસ ડિપાર્ટમેન્ટ માય ટેકસ એપ પર અત્યારે કામ કરી રહ્યું છે. આ એપ્લિકેશન તમને તમારા બધા જ ડેટા એકસેસની મંજૂરી આપવાની સાથે ડીપાર્ટમેન્ટ સાથે વાત કરવામાં પણ મદદ કરશે. ટેકસ ચૂકવવાથી લઈને ડીપાર્ટમેન્ટ પાસેથી તમામ સૂચનાઓ આપ આ એપ્લિકેશન દ્વારા જાણી શકશો. આ એપ્લિકેશન તમામ લોકોને જલદી જ પ્રાપ્ત થાય તેવી શકયતાઓ છે.

          આ એપ્લિકેશનમાં કરદાતાની ટેકસ પ્રોફાઈલ હશે. આ ટેકસ પ્રોફાઈલમાં પાનનંબર સહિત ટેકસ સાથે જોડાયેલી તમામ જાણકારીઓ ઉપ્લબ્ધ હશે. આમાં થર્ડ પાર્ટી દ્વારા કાપવામાં આવેલા ટેકસની જાણકારી ઉપલબ્ધ હશે. કરદાતા આના દ્વારા ઈનકમ ટેકસ ડીપાર્ટમેન્ટ તરફથી પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ પણ આપી શકશો અને ફરિયાદ પણ કરી શકશો. આ એપ્લિકેશન સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસેઝની તે કોશિશનો ભાગ છે. જેના દ્વારા ટેકસ એડમિનિસ્ટ્રેશનને સંપૂર્ણ રીતે કોઈપણ પ્રકારના હસ્તક્ષેપ વગરનું અને કરદાતાને મદદરૂપ થાય તેવું બનાવવાનું છે. આ ઓનલાઈન સ્ક્રૂટિની સહિત અન્ય એવી ગતિવિધિઓમાં પણ મદદરૂપ સાબિત થશે કે જેના દ્વારા ટેકસ અધિકારીઓને ઈમેલ પર ટ્રાંઝેકશનની વિગત માગવાની આનો ઉત્ત્ર પ્રાપ્ત કરવાની મંજૂરી છે. ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ પહેલાં જ એક નવી ટેકસપેયર સર્વિસ મોડ્યુલ આયકર સેતુ રજૂ કરી ચૂકયું છે. આ મોડ્યુલમાં ડેસ્ટોપ અને મોબાઈલ બંને વર્ઝન હશે. આ એક સામાન્ય એપ્લિકેશન છે જે પેન ટેન અને ટેકસ સહિત કેટલીય મહત્વની સર્વિસ ઉપ્લબ્ધ કરાવશે. નવી એપ્લિકેશન વધારે પર્સનલાઈઝ હશે જેથી આમાં ઈન્ડિવિઝયુઅલ કરદાતાની જરૂરિયાતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવામાં આવશે. જોકે એ સ્પષ્ટ નથી કે આ એપ્લિકેશન તત્કાલ ટેકસ ફાઈલિંગ ફેસેલિટી ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ હશે કે નહી.