Page Views: 14795

વેંકૈયા નાયડૂ અને ગોપાલકૃષ્ણ ગાંધી બન્યા ઉપરાષ્ટ્રપતિ પદ માટેના ઉમેદવાર

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 5 ઑગષ્ટના રોજ ચુંટણી યોજાશે

નવી દિલ્હી:-

 ભાજપના વરિષ્ઠ નેતા વેંકૈયા નાયડૂએ ઉપ રાષ્ટ્રપતિ પદ માટે પોતાનું નામાંકન ભરી દીધુ છે. મંગળવારે સવારે 11:30 કલાકે રાજ્યસભાના મહાસચિવ શમશેરના આગેવાન પોતાનું નામાંકન પત્ર સોંપ્યું. આ અવસરે વેંકૈયાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત મોદી કેબિનેટના કેટલાય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી પણ હાજર રહ્યા હતા.  

 ઉપ-રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાવતા પહેલા વેંકૈયા નાયડુએ શહેરી વિકાસ મંત્રી તેમજ પ્રસારણ મંત્રી પદના સ્થાનેથી રાજીનામું આપ્યું હતુ જે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર પણ કરવામાં આવ્યું છે. ત્યારે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ પણ બપોરે સાડા બારની આસપાસ પોતાનું નામાંકન આપ્યુ છે. આ દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીૢ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત વિપક્ષના કેટલાય મોટા નેતા હાજર રહ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 5 ઑગષ્ટના રોજ મતદાન યોજાશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી નોંધાયા બાદ મીડિયા સાથે વાત કરતા વેંકૈયા નાયડૂ ભાવુક થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે જ્યારે મારી ઉંમર એક વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયું હતુ. મને મારી માતાની જેમ ભાજપે સંભાળ્યો છે. તેમણે કહ્યુ કે આ મારા માટે ગર્વની વાત છે જે પાર્ટીએ મને ઉપરાષ્ટ્રપતિ પદ માટેનો ઉમેદવાર બનાવ્યો છે. તેમણે કહ્યુ તેઓ પીએમ મોદી, અમિત શાહ સહિત તમામ ભાજપ નેતાઓના આભારી છે. PM મોદીએ ટ્વિટ કર્યુ અમિત શાહ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વેંકૈયા નાયડૂનું નામ જાહેર કરવામાં આવ્યુ ત્યારે જ પીએમ મોદીએ ટ્વિટ કરીને તેમને સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર હોવાનું જણાવ્યું. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યુ કે વેંકૈયા નાયડૂ હું ઘણા વર્ષોથી ઓળખું છું. તેઓ ખૂબ જ મહેનતું છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે વેંકૈયા સૌથી યોગ્ય ઉમેદવાર છે.