Page Views: 2453

રાજધાની, શતાબ્દી જેવી પ્રીમિયમ ટ્રેનના ભાડા પર 18 ટકા GST લાગુ: ટિકિટ બની મોંઘી

પ્રવાસી ટ્રેનમાં મુસાફરી કરવાને બદલે ફલાઇટથી પ્રવાસ કરવાનું વધુ પસંદ કરશે

મુંબઈ:-

         રાજધાની, શતાબ્દી અને દુરોન્તો એક્સપ્રેસ જેવી પ્રીમિયમ લાંબા અંતરની ટ્રેન પર અઢાર ટકા જીએસટી લાગતાં ટિકિટ ભાડામાં વધારો જોવા મળ્યો છે. પહેલેથી રેલવેએ સર્જ પ્રાઇઝીંગ અથવા તો ડાયનેમીક ફેર મોડલ અપનાવ્યું છે. જે મુજબ સીટ ઓછી થતી જતાં ટિકિટના ભાડામાં વધારો થતો જાય છે. જેના લીધે ગયા વર્ષે ભાડામાં વધારો જોવા મળ્યો હતો.

        ટિકિટના માધ્યમથી કમાણી વધારવા માટે સર્જ પ્રાઇઝીંગ મોડલ અપનાવાયું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે ડાયનેમીક ફેરને લીધે સીટ ઓછી થતાં ટિકિટના ભાડામાં ધરખમ વધારો થાય છે. જેની સરખામણીમાં પ્રવાસીને ફલાઇટની ટિકિટ વધુ પરવડે છે. ઉદાહરણ તરીકે ટ્રેનમાં બે ટિકિટ જ બાકી છે અને ફર્સ્ટ કલાસ એસીની ટિકિટ ચાર હજારની ટિકિટ સાડા ચાર હજાર  રૃપિયા થશે. પ્રવાસી એક હજાર રૃપિયા વધુ નાખીને ફલાઇટની ટિકિટ કાઢવાનું પસંદ કરશે અને તેમનો સમય પણ બચશે. હવે જીએસટી લાગુ થતાં 4500ની ટિકિટ 5300માં પડશે.