Page Views: 2994

અમદાવાદમાં અનરાધર વરસાદ: બે કલાકમાં ત્રણ ઇંચ

ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે

અમદાવાદ:-

                 રાજ્યમાં મેઘરાજાની બીજી ઈનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. આજે વહેલી સવારથી અમદાવાદમાં ગાજવીજ સાથે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.

        અમદાવાદ મૂશળધાર વરસાદથી કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરાઈ છે. ધોધમાર વરસાદ પડાતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. ભારે વરસાદના કારણે મીઠાખળી અંડરબ્રીજ બંધ કરી દેવાયો છે. પાલડી, જોધપુર, આંબાવાડી, જીવરાજ પાર્ક હોસ્પિટલ, બોપલ, SG હાઈવે, ચાંદલોડિયા, ઘાટલોડિયા, ચાંદખેડા, બાપુનગર, કૃષ્ણનગર અને નરોડા વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વરસાદને પગલે 3 ભૂવા પડ્યા છે અને 3 સ્થળે ઝાડ ધરાશાયી થયા હતા અને 2 મકાન ભયજનક બન્યા છે. સવારે જ ધોધમાર વરસાદ ખાબકતાં નોકરી-ધંધાએ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને રસ્તાઓ પર પાણીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ખાસ કરીને વાસણા બેરેજના બે દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે.

અમદાવાદ શહેરના વિસ્તારોમાં આ પ્રમાણે વરસાદ નોંધાયો છે.

વિસ્તાર

વરસાદ મી.મી.માં

પૂર્વ

67.33

પશ્ચિમ

47.00

ન્યૂ પશ્ચિમ

76.17

મધ્ય

58.25

ઉત્તર

13.17

દક્ષિણ

27.50