Page Views: 2633

સુરતના ખટોદરા વિસ્તારના એમ્બ્રોડરીના ખાતામાં બે ઇસમો દ્વારા ચોરીને અંજામ

ચોરોની તમામ હરકત c.c.t.v. કેમેરામાં કેદ થઈ

સુરત :

       ખટોદરા વિસ્તારમાં આવેલા બે એમ્બ્રોડરી ખાતાઓને નિશાન બનાવી અજાણ્યા બે શખ્સોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરની તમામ હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
       ખટોદરા વિસ્તારના નવજીવન સર્કલ નજીક નવસર્જન ઇન્ડસ્ટ્રીયલ આવેલા બે એમ્બ્રોડરી ખાતાઓમાં મોડી રાત્રે અજાણ્યા બે શખ્સોએ વેન્ટીલેટરની બારીથી પ્રવેશ કર્યો હતો. લેપટોપ, મોબાઈલ સહિત એમ્બ્રોડરી મોટરની સાથે બન્ને ચોર રૂપિયા 48 હજારના મુદ્દામાલનો હાથફેરો કરી ગયા હતી. જોકે બન્ને ચોર ખાતામાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતી. બન્ને ચોર વેન્ટીલેટરની બારીમાંથી ખાતામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ આખી ઓફિસમાંથી જે મળ્યું તે લઈ ફરાર થઈ જાય છે. ખાતા માલિકની ફરિયાદના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.અને પોલીસે આ ચોરોને પકડવા પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.