Page Views: 29701

માત્ર 7 વર્ષની બાળકીની ફરિયાદ : બદલાયો બાપુની સમાધિ પરનો આખે આખો સ્ટાફ

સ્વદેશીઓ પાસેથી જુતા મુકવાના 1 રૂપિયો અને વિદેશીઓ પાસેથી 100 રૂપિયા વસુલાતા હશ્મિતા એ કરી ફરિયાદ

નવી દિલ્લી :

        અહીં સનૌરમાં રહેતી સાતમાં ધોરણની વિદ્યાર્થીની હશ્મિતાની એક ફરિયાદ પર નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજઘાટ પર મહાત્માં ગાધીની સમાધિ પર તૈનાત સમગ્ર સ્ટાફને બદલી નાખ્યો છે. આટ લું જ નહીં વડાપ્રધાને પત્ર લખીને હશ્મિતાના વખાણ પણ કર્યા છે અને તેની ફરિયાદના આધારે સમગ્ર સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે તે માહિતી પણ આપી છે.
       13 વર્ષની હશ્મિતાએ જણાવ્યું કે, થોડા દિવસો પહેલા તે પરિવાર સાથે દિલ્હી ફરવા ગઈ હતી. તે દરમિયાન તે મહાત્મા ગાંધી ની સમાધિની જગ્યાએ દર્શન કરવા માટે પણ ગઈ હતી. ત્યાં ચંપલ રાખવાના બે કાઉન્ટર છે. એક પેઈડ કાઉન્ટર છે જ્યાં એક રૂપિયો ચાર્જ લેવામાં આવે છે અને એક કાઉન્ટર ફ્રી છે. હશ્મિતાએ જોયું કે, જૂતા મૂકવાના કાઉન્ટર પર તૈનાત અધિકારીઓ વિદેશી પર્યટકો પાસેથી જૂતા મૂકવા માટે 100-100 રૂપિયા વસુલતા હતા. તેને આ વાત સારી ન લાગી.હશ્મિતા પાસે પીએમનું સરનામું ન હતું. તેથી તેણે એન્વલપ પર માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નવી દિલ્હી એટલું લખી દીધું હતું. આટલા સરનામાથી પણ લેટર પીએમઓ પહોંચી ગયો હતો. તેના લેટર બાદ પીએમઓએ તપાસના આદેશ આપી દીધા હતા, જેમાં ફરિયાદ સાચી ઠરી અને સમગ્ર રાજઘાટનો સ્ટાફ બદલી દેવામાં આવ્યો. આવું ફરી ન થાય તે માટે રાજઘાટ પર સીસીટીવી કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા.

      પીએમનો લેટર મેળવીને આશ્ચર્યચકિત થયેલી હશ્મિતાના પિતા અમરદીપ સિંહે આ કાર્યવાહી માટે વડાપ્રધાનનો આભાર માન્યો છે. તેમણે જણાવ્યું કે, ખરેખર મોદી ભ્રષ્ટ્રાચાર વિરુદ્ધ કાર્યવાહી કરે છે.અને પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો.