Page Views: 2756

સુરતના ચોર્યાસી તાલુકામાં મેધરાજા મન મુકીને વરસ્યા : ૨ કલાક ૪ ઈંચ વરસાદ

દેમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘુસ્યા

સુરત :

        બે દિવસથી ગુજરાતને ધમરોળતા મેઘાની સવારી મધરાતે સુરત આવી પહોંચી હતી. ધીમી ધારે વરસતા વરસાદના પગલે થોડા દિવસથી તરસી રહેલા શહેરીજનો તરબોળ થઈ ગયા હતાં.ચોર્યાસી તાલુકામાં બે કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. લાજપોર બાજુના નીચાણવાળા વિસ્તારમાં વરસાદના પગલે મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતાં. શહેરમાં રાત્રીના 12 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં બે ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. વલસાડમાં ભારે વરસાદના પગલે ટ્રેક પર પાણી ફરી વળતાં સુરતના ટ્રેન વ્યવહારને અસર પડી હતી.શહેરમાં મધરાત્રીથી આવી પહોંચેલી મેઘાની સવારીથી વલસાડ અને નવસારી જિલ્લામાં તબાહી મચી છે. ત્યારે આ વરસાદ સુરત શહેરમાં ધીમી ધારે વરસતા શહેરીજનો ખુશખુશાલ છે. બીજી તરફ લાજપોર જેલની સામે આવેલા નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતાં. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદી પાણીના નીકાલ માટે લાજપોર બાજુ લોકોએ જાત મહેનત કરવી પડી હતી.

  • વરસાદના આંકડા (સેન્ટ્રલવાઈઝ રાતના 12થી સવારના 8 સુધી)

સેન્ટ્રલ ઝોન 25મીમી
વરાછા 47 મીમી
રાંદેર 19મીમી
કતારગામ 19મીમી
ઉધના 31 મીમી
લિંબાયત 51મીમી
અઠવા 7 મીમી

  • સવારના 6 થી 8 વાગ્યા સુધીના વરસાદી આંકડા(જિલ્લાના તાલુકા)


બારડોલી - 64 મીમી

ચોર્યાસી - 110 મીમી

કામરેજ - 10 મીમી

મહુવા - 40 મીમી

માંડવી - 46 મીમી

માંગરોળ - 15 મીમી

ઓલપાડ - નિલ