Page Views: 2963

20 વર્ષ બાદ ફરીથી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાદ તરીકે હિન્દુઓ ચુંટાયા

ભાજપ દ્વારા રાષ્ટ્રપતિ તરીકે રાજનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈંકેયા નાયડૂનું નામ જાહેર કરાયું

નવી દિલ્લી :

         ભાજપ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વૈંકેયા નાયડૂનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ 20 વર્ષ બાદ બંન્ને પદમાંથી એક પદ પર લઘુમતી સમુદાયનાં વ્યકિતને બેસાડવાની પરંપરા તુટી છે. ગત ૨૦ વર્ષથી બંન્ને પદ પૈકી એક પદ લઘુમતી સમાજનાં વ્યકિતને સોંપવામાં આવતું હતું.

  • ૧૯૯૭માં હિન્દૂ ચહેરો નજરે ચડ્યો હતો. એવું છેલ્લી વખત ૧૯૯૭માં થયું હતું જયારે રાષ્ટ્રપતિ પદ પર કે.આર નારાયણન અને ઉપરાષ્ટ્રપતિ પદ પર કૃષ્ણકાંત વિરાજમાન હતા.
  • ૨૦૦૨માં રાષ્ટ્રપતિ પદ એપીજે અબ્દુલ કલામ પાસે રહ્યા તો હિન્દુ સમાજનાં ભેરોસિંહ શેખાવત ઉપરાષ્ટ્રપતિ બન્યા.
  • ૨૦૦૭માં પ્રતિભા પાટિલ રાષ્ટ્રપતિ બન્યા તો લઘુમતી સમાજ સાથે હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.
  • ૨૦૧૨માં પ્રણવ મુખર્જીને રાષ્ટ્રપતિ બન્યા તો લઘુમતી સમાજ સાથે એકવાર ફરીથી હામિદ અંસારીને ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા.
  • ૧૯૯૭ પહેલા ઘણી વખત એવું બન્યું જયારે બંન્ને પદો પર બહુમતી હિન્દુઓનો કબ્જો હતો. પરંતુ ૧૯૯૭ બાદ આ પરંપરા તુટી હતી.

          અને ફરીથી 2017 માં રાષ્ટ્રપતિ તરીકે રાજનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિના પદ તરીકે વૈંકેયા નાયડૂનું નામ જાહેર કરવામાં આવ્યું છે.