Page Views: 2546

યાકૂબ મેમણની ફાંસી રોકવાની અપીલ કરનારા ગોપાલકૃષ્ણ ગાંધી ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે કેમ? :શિવસેના

1993ના મુંબઈ બોમ્બવિસ્ફોટનો દોષીત હતો યાકૂબ

નવી દિલ્હી:-

         ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગોપાલ કૃષ્ણ ગાંધીને યૂપીએ ઉમેદવાદ બનાવતા શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ગોપાલ ગાંધી પર નિશાન સાધ્યું છે.

        શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે ગોપાલ કૃષ્ણ ગાંધીએ 1993ના મુંબઈ વિસ્ફોટોના દોષી યાકૂબની ફાંસી રોકવાની કોશિશ કરી છે અને કોંગ્રેસ તરફથી તેમને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવતા વિપક્ષની સંકીર્ણ સોચ દર્શાવે છે. કેંદ્રીય મંત્રી અને શિવસેના સાંસદ અનંત ગીતેએ પણ પાર્ટીના નિવેદનનું સમર્થન કર્યું છે. ગીતે કહ્યું કે ગોપાલ કૃષ્ણ ગાંધીને લઈને સંજય રાઉતે જે નિવેદન આપ્યું છે. તે એકદમ સાચું છે. જ્યારે સીપીએમ નેતા સીતારામ યેચુરીએ કહ્યું કે અમે શિવસેનાના નિવેદન પર પ્રતિક્રિયા આપવાની જરૂર નથી.