Page Views: 28955

GST ની અસર હેઠળ સરકારી કોન્ટ્રાક્ટરો હડતાલ પર ઉતર્યા,1 લાખ શ્રમજીવી બન્યા બેકાર

અમદાવાદ શહેરમાં ચાલતા મેટ્રો, વીએસ હોસ્પિટલ, સરકારી કોલોની, ડેરી નિર્માણ સહિતના પ્રોજેક્ટ પર માઠી અસર પડી

અમદાવાદ :

         GSTના વિરોધમાં સરકારી કોન્ટ્રાક્ટરોની હડતાળની માઠી અસર શહેરમાં ચાલતા મેટ્રો, વીએસ હોસ્પિટલ, સરકારી કોલોની, ડેરી નિર્માણ સહિતના પ્રોજેક્ટ પર પડી છે. કોન્ટ્રાક્ટરોની દલીલ છે કે, વેટની સરખામણીએ જીએસટીથી દોઢ ગણો વધુ બોજ પડે છે. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે કહ્યું કે, સરકાર સમક્ષ રજૂઆત કરાઈ હતી અને 15 જુલાઈ સુધીની મહેતલ અપાઈ હતી. પરંતુ કોઈ પરિણામ આવતા આખરે રાજ્યવ્યાપી હડતાળ પડાઈ છે. કોન્ટ્રાક્ટર્સની હડતાળને પગલે 50 હજાર કરોડના વિકાસ કામો હાલ પૂરતા અટકી ગયા છે.

        નવાજીએસટી કાયદાને લઇને ચાલુ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્રગતિ હેઠળના કામો પર 10થી 12 ટકા વધારાના બોજાની ભરપાઇ ચાલુ બિલ ચુકવણામાં કરી આપવા,બાંધકામમાં વપરાતા ખનિજોના રોયલ્ટિ દર ભાવવધારો પાછો ખેંચવા અને પરમીટમાં પ્રિયમિયમ ઇ.સી. અને માઇનિંગ પ્લાન્ટની જોગવાઇ દૂર કરવી,એસોસિએશનનીલાંબા સમયથી પડતર રજૂઆતો અંગે જરૂરી નિર્ણયો લઇ ત્વરિત અમલીકરણ કરવાની વગેરેની કોન્ટ્રાક્ટરોએ માંગણી કરી છે.આ માંગણીને લઈને તેમાં ગુજરાત રેલવે કોન્ટ્રાકટર એસોસિએશન,મહારાષ્ટ્ર સ્ટેટ કોન્ટ્રાકટર એસોસિએશન,ઓલ રાજસ્થાન કોન્ટ્રાકટર એસોસિએશન, પંજાબ કોન્ટ્રાકટર એસોસિએશન પણ જોડાયા છે.