Page Views: 2388

"કાશ્મીરમાં તણાવ પાછળ ચીનનો પણ હાથ", જાણો! મહેબુબાએ કલમ 370 વિશે શું કહ્યું?

રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ મહેબુબા મુફ્તીએ કાશ્મીરમાં ચીનના હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉજાગર કર્યો

કાશ્મીર:-

        જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આજે ગૃહમંત્રી રાજનાથ સિંહની મુલાકાત કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા તથા અમરનાથ યાત્રાળુઓની સુરક્ષા અંગે ચર્ચા કરી. મુલાકાત લગભગ અડધો કલાક સુધી ચાલી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગૃહમંત્રીને જણાવ્યું કે કાશ્મીર ઘાટીમાં શાંતિ જાળવી રાખવા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યાં છે. રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ મહેબુબા મુફ્તીએ કાશ્મીરમાં ચીનના હસ્તક્ષેપનો મુદ્દો પણ ઉજાગર કર્યો.

        આ ઉપરાંત એમ પણ કહ્યું કે અમરનાથ યાત્રાળુઓ પર થયેલો હુમલો સમગ્ર દેશમાં રમખાણો ભડકાવવાના ષડયંત્રનો એક ભાગ હતો. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ કહ્યું કે કાશ્મીરમાં લો એન્ડ ઓર્ડરની લડાઈ લડાઈ રહી છે. જ્યાં સુધી સમગ્ર દેશ અને રાજકીય પક્ષો સાથ નહીં આપે ત્યાં સુધી આ જંગ જીતી શકાશે નહી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં તણાવ પાછળ ચીનનો પણ હાથ છે. કાશ્મીરમાં બહારથી આતંકીઓ આવી રહ્યાં છે. વિવાદાસ્પદ કલમ 370 પર મહેબુબા મુફ્તીએ કહ્યું કે તે કાશ્મીરીઓની ભાવના સાથે જોડાયેલો મુદ્દો છે. હાલ લો એન્ડ ઓર્ડરની જંગ ચાલી રહી છે અને આ લડાઈ જીત્યા બાદ જ કલમ 370 પર વાત થશે.