Page Views: 13883

નરેન્દ્ર મોદી G-૨૦ સંમેલનમાં ભાગ લેવા માટે ઈઝરાયેલનાં પ્રવાસ બાદ સીધા જર્મની પહોંચ્યા

G-20 સંમેલનમાં ભાગ લેવા દુનિયાના 65 દેશોના લગભગ 4,800 પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

નવી દિલ્હી:-

        G-20નો અર્થ ગ્રૂપ-20 સાથે છે, દુનિયાના 19 શક્તિશાળી દેશો અને યુરોપિયન યુનિયન(યુરોપના દેશોનો સમૂહ)નો સમૂહ છે. નરેન્દ્ર મોદી G-20 સંમેલનમાં ભાગ લેવા માટે ઈઝરાયેલનો પ્રવાસ પતાવીને જર્મની પહોંચી ગયા છે. G-20 સંમેલનમાં ભાગ લેવા દુનિયાના 65 દેશોના લગભગ 4,800 પત્રકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નરેન્દ્ર મોદી આ પરિષદમાં ઉચ્ચ સ્તરીય શિષ્ટમંડળનું નેતૃત્વ કરશે, જેમાં નીતિઆયોગના ઉપાધ્યક્ષ અરવિંદ પાનગઢિયા પણ સામેલ છે G-20નું ગઠન G-7 દેશોએ કર્યું છે.

        G-20નું આ 12મું શિખર સંમેલન છે. આવતે વર્ષે આ શિખર સંમેલન આર્જેન્ટિનાનાં બ્યુનસ આયર્સ શહેરમાં થશે, જ્યારે 2019નું 14મું શિખર સંમેલન ભારત યોજી શકે છે. આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગ્ડમ, અમેરિકા અને યુરોપીય સંઘના દેશો દર વર્ષે G-20ના સભ્યો છે.. સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ, વર્લ્ડ બેન્ક, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વિશ્વ વ્યાપાર સંગઠન, એફએસબી, ઓઈસીડી અને આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન જેવી સંસ્થાઓના પ્રતિનિધિ પણ G-20ની દરેક બેઠકમાં સામેલ રહે છે. વડા પ્રધાન પોતે આમાં ભારતની રજૂઆત કરશે. મુદ્દાઓથી અલગ સૌથી ખાસ વાત એ છે કે આ બેઠકમાં વડા પ્રધાનની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે થઈ શકે છે. બંને દેશ વચ્ચે હાલમાં વધી રહેલા તણાવને જોતાં આ મુલાકાત પર સૌની નજર છે. એ સાથે આતંકવાદ સામે નિપટવાના રસ્તા, વિદેશ વ્યાપારના એજન્ડા પણ ભારતની યાદીમાં સૌથી ઉપર રહેશે.