Page Views: 42657

GST નો વિરોધ : ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરે અને તેના સમર્થકોએ દુધ ઢોળીને કર્યું પ્રદર્શન

આ વિરોધને લઈને આઠથી દસ હજાર ગામડાઓએ દૂધ આપ્યું નથી

અમદાવાદ :

         દેશમાં GST લાગુ થઇ ગયા બાદ ચારે તરફ વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે ઠાકોર સમાજના નેતા અલ્પેશ ઠાકોરે ની આગેવાનીમાં દેખાવો કરવામાં આવ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેનાના કાર્યકરોએ એસજી પર દૂધ ઢોળી GSTનો વિરોધ કર્યો હતો. એસજી હાઇવે પર આવેલા ઝાયડસ સર્કલ પાસે રસ્તા પર જ દૂધ ઢોળી વિરોધ પ્રદર્શન કરવામાં આવતાં પોલીસે અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સેનાના 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત શહેરોમાં GST સામે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. વેપારી હડતાળ કરી વિરોધ કરી રહ્યાં છે.

         ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, અમે દૂધ પર પ્રતિબંધ મૂક્યો છે. જેની અસર આવતીકાલથી જોવા મળશે. આજે આઠથી દસ હજાર ગામડાઓએ દૂધ આપ્યું નથી. ઉપરાંત અલ્પેશ ઠાકોરે ડેરીના સંચાલકોને ચીમકી આપતાં જણાવ્યું હતું કે, દૂધ બંધ નહીં કરે તો આજે રાતથી ડેરીઓનો ધેરાવ કરાશે. શંકર ચૌધરી, જેઠા ભરવાડ સહિતના ડેરીઓના સંચાલકો પર અલ્પેશે આક્ષેપ મૂક્યો હતો કે, આ રાજકીય સંચાલકો ખેડૂતોનું દેવું માફ થાય તેવું ઇચ્છતા નથી.અને કંઈક અંશે તેનો વિરોઘ પણ નોંધાવ્યો છે.આજે નેતઓ વિરોધના નામે દુઘની નદી વહાવે છે જેના પરિણામો નઆવનારા દિવસોમાં  સામાન્ય જનતાએ દુધ ભાવ વધારા સ્વરૂપે ચુકવવા પડશે.