Page Views: 2605

અમદાવાદમાં અડધીરાત્રે દુઘ માટે લાગી લાંબી લાઈનો

ખેડુતોની દુઘ ન પહોંચાડવાની ચીમકીથી થઈ દોડાદોડી

અમદાવાદ :

        શહેર સુધી દૂધ નહીં પહોંચવા દેવાની ખેડૂતોની ચીમકીને પગલે ગઈકાલે સાંજે અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં લોકોએ દૂધનો સ્ટોક મેળવવા માટે ભારે દોડધામ કરી દીધી હતી. પરિણામે શહેરના અનેક વિસ્તારમાં આવેલા અમૂલ દૂધ કેન્દ્રોમાં પણ દૂધનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. 

       ખેડૂતોના દેવા માફ કરવાના મામલે ચાલી રહેલા આંદોલનને રૌદ્ર રૂપ ધારણ કરી શહેરી વિસ્તારમાં દૂઘ નહીં પહોંચવા દેવા માટે આપેલા એલાનની સીધી અસર શહેરી જનજીવન પર થઇ છે. જેમાં આજે સવારે દૂધ નહીં મળે તેવી અફવા શહેરમાં આગની જેમ ફેલાઇ ગઇ છે. પરિણામે શહેરના અનેક વિસ્તારમાં આવેલી દૂધની દુકાનો અને દૂધ વેચાણ કેન્દ્રો પર લોકોએ ભારે ધસારો કરી દૂધનો મહત્તમ સ્ટોક ઉઠાવી લીધો છે. જેથી સાંજ પડતા શહેરના અનેક વિસ્તારમાં દૂધની દુકાનોમાંથી દૂધનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. અફવાને કારણે શરૂ થયેલી દોડધામમાં લોકોમાં આજે મોડી સાંજે દૂધની દુકાનો પર સ્ટોક ખલાસ થઇ ગયાની જાણ થતાં લોકોની ચિંતા વધી ગઇ હતી. જેને પગલે અડધી રાત્રે પણ લોકોએ દૂધ માટે દોડાદોડ કરી હતી.