Page Views: 22882

અહમ મહત્વનો કે સંબંધ... હું કહીશ સંબંધ

જીંદગી ના બોક્સ માં ક્યાય HANDLE WITH CARE નથી લખ્યું હોતું એટલું જ પણ સંબંધો કાચ થી પણ નાજુક હોય છે

વિચાર યાત્રા...

નીતા સોજીત્રા (નીશો) દ્વારા

 

આજે એક અંગત માન્યતા ની વાત કરવી છે.

           કેટલીક વખત કેટલાક સંબંધો બહુ નજીવા કારણસર તુટી જાય,છૂટી જાય અને એકબીજા પ્રત્યે સંપૂર્ણ કડવાશ ઉભી કરી દે છે. ઘણીવખત કારણ બહુ મોટું પણ હોય એવું પણ બને પણ આ કડવાશ અને અબોલા નો લેવાયેલો નિર્ણય  જે-તે સમયે સાચો લાગતો હોય પણ આગળ  જેમ જેમ સમય જાય એમ એવું લાગે કે આપણો નારાજગી અને ગુસ્સામાં લેવાયેલો આ અબોલાનો નિર્ણય  ખોટો કે નિરર્થક છે. 

  હા આવું બનતું હોય છે.  જે સમયે નિર્ણય લીધો હોય ત્યાર ની સ્થિતિ કઇક જુદી હોય, ગુસ્સો, નારાજગી,વઘુ પડતી લાગણી અને એ લાગણી નું  ઘવાવું,આપણી માન્યતા-આપણાં વિચારો માં સામેવાળી વ્યક્તિ નું વાણી કે વર્તન ફિટ ન બેસવું, આવા બહુ બધા કારણો હોઇ શકે.

     સમય -સંજોગ હંમેશા એક જેવા નથી રહેતા. માન્યતા પણ સમય જતાં બદલાતી હોય છે. વિચારો પણ પેઢી સાથે બદલાય છે. કોઈ જ વસ્તુ સ્થિર નથી. એવી જ રીતે આપણે પણ આપણા વિચારો ને બદલાતા સમય અને બદલાતી પેઢી ની વિચારસરણી સાથે બદલતા રહીએ તો કોઈ પ્રશ્ન નથી પણ એવું થતું નથી હોતું. ઘણીવખત આપણી જીદ, આપનો વટ, આપણો અહમ. આ બધું આપના વિચારો ને બદલાવા નથી દેતા કે પછી બદલાવ ને સ્વીકારવા નથી દેતા. પરિણામે સમય અને વિચારો તો આગળ વધી જાય છે પણ આપણે પાછળ રહી જાઇએ છીએ.

   દરેક કારણો એની જગ્યાએ  સાચા હોઇ શકે પણ એ એક ચોક્કસ સમય પુરતા જ. એ સમય જતાં એ બનાવ એની અહેમિયત ગુમાવી દે છે. પછી જે રહી જાય એ ઉભય પક્ષ ની જિદ્દ,અહમ કે" કોણ પહેલ કરે?"   એ કારણ.

   એક બહુ નાનું ઉદાહરણ આપું તો... આજથી 25,30 વર્ષ પહેલાં આંતરજ્ઞાતિય લગ્નો અને પ્રેમલગ્નો એ બહુ મોટી વાત કહેવાતી અને કોઈ પણ સમાજમાં વડીલો આ વાત ન સ્વીકારતા પણ સ્થિતિ બદલાઈ છે આજે વડીલો ખુદ પોતાની જ્ઞાતિ બહાર પણ કન્યા કે મૂર્તિયાની શોધ ચલાવે છે.એટલે જે-તે સમયે આવું પગલું ભરનાર સામે નારાજ રહેનાર એમના વડીલો એ સમયે સાચા હોય પણ આજના સમયમાં  એ માત્ર વટ, કે જીદજ ગણાય

   હું અંગત રીતે એવું માનું  છું કે...આપણે નક્કી કરીલેવું જોઈએ કે સબંધ મહત્વના કે અહમ?  ભુલો કરવા માટે જીંદગી બહુ મોટી છે પણ એને સુધારી લેવા માટે ઘણી જ નાની.

    બહું મોટું લાગતું કારણ સમય જતાં ક્ષુલ્લક બની જાય ત્યારે વાત સુધારી લેવામાં જ   સબંધ અને સમજણ ની ગરિમા છે.

    ભુલ કરનાર અને સહેનાર બન્ને એ એકબીજા ની નજરે-એકબીજા ના સ્થાને રહી વિચારવું જોઈએ એમ હું માનું છું...? 

    સંબંધો ને સાચવતા , જીવતા શીખીએ. ...સંબંધો બહુ નાજુક હોય છે.

        જીંદગી ના બોક્સ માં ક્યાય HANDLE WITH CARE નથી લખ્યું હોતું એટલું જ પણ સંબંધો કાચ થી પણ નાજુક હોય છે.

જય હો ...NISHO..