Page Views: 2735

જીએસટીનાં કારણે બજારોમાં સુસ્તી સાથે અસમંજસની સ્થિતિઃ વેચાણમાં ૭૦%નો ઘટાડો

દેશભરમાં નોટબંધી જેવો માહોલઃ વેપારીઓ-ગ્રાહકોનું વેઇટ એન્ડ વોચ

નવી દિલ્હી:

        GST લાગુ થયા બાદ વેપારીઓ તેને પુરેપુરી રીતે સમજી નહી શકતા સર્વત્ર અસમંજસનો માહોલ સર્જાયો છે. બજારમાં પૈસા છેમાલ છે પરંતુ બજારમાં ન તો વેપારી પોતાનો માલ વેચી શકે છે કે ગ્રાહક ખરીદી માટે આવી શકતો નથી. બજારોમાં સુસ્તી જોવા મળી રહી છે અને હોલસેલની બજારોમાં સન્નાટો છવાઇ ગયો છે. વેપારીઓ અને ગ્રાહકોનું વેઇટ એન્ડ વોચ (થોભો અને રાહ જુઓ) જોવા મળી રહ્યુ છે. નવી વ્યવસ્થાને અનુકુળ થવા વેપારીઓ પેપર વર્કમાં લાગ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે વેપાર ઉદ્યોગમાં સ્થિતિ થાળે પડતા ૩ થી ૪ મહિના જેટલો સમય લાગશે. બજારમાં એક રીતે નોટબંધી જેવો માહોલ સર્જાયો છે.

      જીએસટીની અસર સ્વરૂપ હોલસેલ બજારોમાં હાલ સન્નાટો જોવા મળી રહ્યો છે. દુકાનદારો પલાઠીવાળીને બેઠેલા દેખાય છે. આ બજારોમાં મોટાભાગના ખરીદનારાઓ રીટેઇલર્સ આવે છે પરંતુ રિટેઇલરો માટે પહેલેથી માલ પડયો હોવાના કારણે તેઓ માલ ખરીદવા આવતા નથી. મોટાભાગના વેપારીઓ પેપરવર્કમાં લાગી ગયા છે. વેપારીઓને કયાંક નવા રેઇટની રાહ જોવી પડી રહી છે તો ગ્રાહકો પણ ભાવ ઘટવાની રાહ જોઇ રહ્યા છે અનેક વેપારીઓએ હજુ કોમ્પ્યુટરો નથી વસાવ્યાનવી બીલ બુક નથી છાપીદુકાનોની બહાર જીએસટી નંબર નથી લગાવ્યો. માત્ર દુકાનદારો જ નહી પરંતુ દુકાનમાં કામ કરતા માણસો પણ નવરાધુપ જોવા મળી રહ્યા છે. જાણકારોનું કહેવુ છે કેબજારમાં સુસ્તીનું કારણ પુરી તૈયારી ન હોવી એ છે.

      દિલ્હી સહિત મહાનગરોની વાત કરીએ તો જથ્થાબંધ માર્કેટમાં બહારથી આવતા ગ્રાહકો ગાયબ છે જેનાથી સ્થાનિક વેપારીઓની પરેશાની વધી છે. વેપારીઓ આને જીએસટીની જટિલતા કહે છે. વેપારીઓનુ કહેવુ છે કે રિટેઇલ ગ્રાહકો આવે છે પરંતુ જથ્થાબંધ ગ્રાહકો નથી આવતા. દિલ્હીમાં ૯૦ ટકા વેપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. માલ લેવા કોઇ આવતુ નથી. જીએસટીની જટિલતાના કારણે ટ્રાન્સપોર્ટરો પણ માલ બુક કરતા નથી. અનેક વેપારીઓ હજુ રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યુ. જીએસટી બાદ વેપાર-ધંધા ઠપ્પ થઇ ગયા છે. એવી સમસ્યાઓ આવી રહી છે કે દુકાનદાર માલના વેચાણમાં સીજીએસટીએસજીએસટીને અલગ-અલગ ન કરીને જીએસટી હેઠળ જ ટેકસ લઇ રહ્યા છે. અનેક વેપારીઓ હજુ ડરના માહોલમાં બેઠેલા છે. વેપારીઓનુ કહેવુ છે કે અમને ભરોસામાં લેવાની જરૂર હતી. અત્યારે પોતાના ભાગના વેપારીઓ જુની રીતે બીલ આપી રહ્યાનું કહેવાય છે. અનેક વેપારીઓ કહે છે કે નવી બીલબુક છપાઇ રહી છે. લોકો જુની રીતે જ વેપાર કરી રહ્યા છે. સર્વત્ર ભ્રમની સ્થિતિ છે. મોટાભાગના વેપારી સ્ટોક વધારવાને બદલે જુના સ્ટોકને કલીયર કરવામાં લાગ્યા છે. નોટબંધી જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે.