Page Views: 4240

ગુજરાતમાં કુલ ૨૦૩ જળાશયો પૈકી ૪ ડેમમાં ૯૦ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા હાઈએલર્ટ જાહેર કરાયા

નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ 115.02 મીટરની સપાટીએ પહોંચતા 80.37 ટકા ડેમ ભરાઇ ગયો છે

અમદાવાદ:-

        ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતા કુલ 203  જળાશયો પૈકી ચાર ડેમમાં 90 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થતા તેને હાઇએલર્ટ અને ચાર ડેમને એલર્ટ જાહેર કર્યા છે.

        રાજયના તમામ જળાશયોમાં પાણી સંગ્રહની ક્ષમતા કુલ 15770.39 મિલિયન કયુબીક મીટર પૈકી હાલમાં 4986.37 મિલિયન કયુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ 115.02 મીટરની સપાટીએ પહોંચતા 80.37 ટકા ડેમ ભરાઇ ગયો છે. રાજયના વિવિધ વિસ્તારોના ડેમની સ્થિતિ જોઇએ તો ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશય સરેરાશ 18.58 ટકા ભરાયા છે, મધ્ય ગુજરાતના 17 જળાશય 50.43 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશય 34.26 ટકા, સૌરાષ્ટ્રના 138 જળાશય 17.78 ટકા, કચ્છના 20 જળાશયમાં 11.19 ટકા ભરાયા છે. રાજકોટનો ભાદર અને જામનગરનો ઉંડ ડેમમાં સંપૂર્ણપણે ખાલી છે.