Page Views: 40895

રિંગરોડ પેટ્રોલ પંમ્પ પર બાઇકમાં આગ લાગતા બે દાઝ્યા

ફાયર સ્ટાફ પહોંચે એ પહેલા જ પેટ્રોલ પંમ્પના સ્ટાફે બાઇકની આગને કાબુમાં લીધી

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

શહેરના રિંગરોડ કમેલા દરવાજા નજીક આવેલા વૃષભ પેટ્રોલ પંમ્પ પર બપોરે એક બાઇકમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગને કારણે એક મહિલા અને એક યુવાન પગના ભાગે સામાન્ય દાઝ્યા હતા.

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના રિંગરોડ કમેલા દરવાજા નજીક આવેલા વૃષભ પેટ્રોલ પંમ્પ ઉપર મનિષ પટેલ નામનો યુવાન પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો ત્યારે અચાનક તેની બાઇકમાં આગ લાગી ગઇ હતી. એકા એક આગ લાગતા નજીકમાં જ ઉભે લા કિશોર પાલિવાલ અને તારાબેન ટેલર નામની મહિલા દાઝી ગઇ હતી. પેટ્રોલ પંમ્પ પર કામ કરતા કર્મચારીઓએ બાઇક સળગી ઉઠ્યાનું જોતા તેમણે ફાયર એક્ઝીસ્ટન્સનો ઉપયોગ કરીને બાઇકમાં લાગેલી આગ પર તુરંત કાબુ મેળવી લીધો હતો જેના કારણે મોટી દુર્ઘટના થતી અટકી હતી. આ સમયે જ પેટ્રોલ પંમ્પ પર એક પેટ્રોલ ભરેલુ ટેન્કર પણ ઉભું હતું તેને સમય સુચકતા વાપરીને દૂર લઇ જવાયું હતું.

બનાવ અંગે ફાયરને પણ જાણ કરવામાં આવી હતી તેમજ દાઝેલા બન્ને વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.