Page Views: 85687

લોકસભા ચુંટણી ૨૦૧૯: જાણો ક્યાં થયું કેટલા ટકા મતદાન...

નરેન્દ્ર મોદી, અમિત શાહ, અહમદ પટેલ સહિતના અગ્રણી નેતાઓ દ્વારા મતદાન કરાયું : ક્યાંક જોશ તો ક્યાંક નીરસ મતદાન

 

વર્તમાનન્યુઝ.કોમ

લોકસભા ચુંટણી ૨૦૧૯નું ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. હાલ ભારે સરેરાશ ૪૦ ડીગ્રી મહત્તમ તાપમાન વચ્ચે મતદારો મતદાન કરી પોતાના પ્રિય મતદાન ને જીતાડવા પોતાનો કિંમતી મત આપી રહ્યા છે. જયારે સવારે સાતના ટકોરે ૧૪ રાજ્યો અને કેન્દ્રશાસિત રાજ્યોની ૧૧૭ લોકસભા સીટ માટે મતદાન શરુ થયું ગયું હતું. ભાજપ-કોંગ્રેસ સહીતની રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા મતદાન કરી દેવામાં આવ્યું છે, જયારે દિગ્ગજ નેતાઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અહમદ પટેલ સહિતના ઓ એ પણ મતદાન કરીને પોતાનો મત નોંધાવ્યો હતો. આ મતદાનની સાથે જ ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં જાણીતા દિગ્ગજ નેતાઓનું ભાવી ઈવીએમમાં કેદ થઇ ગયું છે. જયારે ગુજરાત રાજ્યના ૨ વાગ્યા સુધીના મતદાનના અપડેટ્સની માહિતી નીચે મુજબ છે....

૨ વાગ્યા સુધીનું મતદાન.....

  • ગુજરાત રાજ્યભરનું સરેરાશ મતદાન ૪૦ ટકા નોંધાયું
  • રાજકોટમાં ૨૯.૭૦ ટકા મતદાન
  • પોરબંદરમાં ૨૩.૨૬ ટકા મતદાન
  • જામનગરમાં ૨૩.૫૪ ટકા મતદાન
  • જુનાગઢ ૩૧.૬૨ ટકા મતદાન
  • અમરેલી ૩૨.૨૨ ટકા મતદાન
  • ભાવનગર ૩૪.૫૬ ટકા મતદાન
  • આણંદ ૩૦.૩૮ ટકા મતદાન
  • ખેડા ૩૧.૨૩ ટકા મતદાન
  • પંચમહાલ ૨૭.૯૫ ટકા મતદાન
  • દાહોદ ૩૨.૯૩ ટકા મતદાન
  • કચ્છ ૩૨.૫૧ ટકા મતદાન
  • બનાસકાંઠા ૩૧.૮૧ ટકા મતદાન
  • પાટણ ૩૩.૬૬ ટકા મતદાન
  • મહેસાણા ૩૫.૦૭ ટકા મતદાન
  • સાબરકાંઠા ૩૬.૫૭ ટકા મતદાન
  • ગાંધીનગર ૩૫.૧૮ ટકા મતદાન
  • અમદાવાદ પૂર્વ ૩૩.૬૧ ટકા મતદાન
  • અમદાવાદ પશ્ચિમ ૨૨.૫૦ ટકા મતદાન
  • સુરેન્દ્રનગર ૨૫.૧૯ ટકા મતદાન
  • વડોદરા ૨૮.૦૩ ટકા મતદાન
  • છોટાઉદેપુર ૩૬.૦૮ ટકા મતદાન
  • ભરૂચ ૩૬ ટકા મતદાન
  • બારડોલી ૩૩.૦૭ ટકા મતદાન
  • સુરત ૩૬.૪૧ટકા મતદાન
  • નવસારી ૪૧.૩૨ ટકા મતદાન 
  • વલસાડ ૪૦.૩૫ ટકા મતદાન