Page Views: 17531

આરોગ્ય વિભાગે ખાણીપીણીની ૧૧ સંસ્થાઓ પર દરોડા

છ સંસ્થાઓને બંધ કરાવી તો ત્રણને નોટીસ ફટકારવામાં આવી

સુરત-21-01-2019

સુરતના આરોગ્ય ખાતા દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી ખાણીપીણીની રેસ્ટોરા-દુકાનોમાં દરોડા કરીને છ દુકાનોને બંધ કરાવી હતી. તેમજ ત્રણને નોટીસ ફટકારી હતી.

સુરતનું આરોગ્ય ખાતું સતત કાર્યરત રહે છે. જયારે ડેપ્યુટી કમિશ્નર તથા ડેઝીગ્નેટેડ ઓફિસરની સૂચનાથી ફૂડ સેફટી ઓફિસર દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં આવેલી વિવિધ ખાણીપીણીની સંસ્થાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોગ્ય ખાતાના અધિકારીઓ દ્વારા કુલ ૧૧ જેટલી સંસ્થાઓ પર દરોડા કરવામાં આવ્યા હતા. અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં અમરોલી વિસ્તારમાં આવેલી સોમનાથ રેસ્ટોરેન્ટ, નવકાર ટ્રેડર, રામદેવ ટી હાઉસ, અતુલ બેકારી, અંબિકા રેસ્ટોરેન્ટ અને ભરકાદેવી આઈસ્ક્રીમ સહીતનાઓ પર તપાસ કરીને સંસ્થા બંધ કરાવી હતી. તેમજ સોમનાથ રેસ્ટોરેન્ટ, ઓસ્ડ બોમ્બે આઈસ્ક્રીમ, ગોપાલ હોટેલને નોટીસ ફટકારી હતી. જયારે વૈભવ વડાપાઉં, બોમ્બે સ્પે ભેલ હાઉસ, ક્રિશ્ના જનરલ સ્ટોર્સમાં પણ તપાસ કરવામાં આવી હતી.