Page Views: 111362

રાંદેરની લોકમાન્ય વિદ્યાલયના છ વિદ્યાર્થીઓએ JEEમાં ઝળહળતી સફળતા મેળવી

સોહન પટેલ પ્રથમ ક્રમે રહ્યો- આચાર્ય જતીનભાઇ પટેલ સહિત સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભ કામનાઓ પાઠવી

વર્તમાનન્યૂઝ.સુરત

રાંદેર રોડ મોરા ભાગળ ખાતે આવેલી લોકમાન્ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ JEE મેઇન્સ એક્ઝામમાં ઝળહળતી સફળતા મેળવી છે. શાળા પરિવારના આ તેજસ્વી વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય જતીનભાઇ પટેલ સહિતના ટ્રસ્ટી ગણ દ્વારા શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી.

લોકમાન્ય વિદ્યાલયના આચાર્ય જતીનભાઇ પટેલના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં જ લેવાયેલી JEE મેઇન્સની એક્ઝામમાં ધોરણ 12 વિગ્નાન પ્રવાહના કુલ 66વિદ્યાર્થીઓ બેઠા હતા. જે પૈકી છ વિદ્યાર્થીઓએ 90 ટકાથી વધારે માર્ક મેળવીને શાળા પરિવારનું ગૌરવ વધાર્યુ છે. જે વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા મેળવી છે તેમાં પટેલ સોહને 97.79 ટકા માર્ક મેળવ્યા છે. બીજા ક્રમે ધ્રુવ ગોપાણીએ 96.43 ટકા મેળવ્યા છે જ્યારે ત્રીજા ક્રમ પર કપિલ પટેલે 96.17 ટકા મેળવ્યા છે. ચોથા ક્રમ પર વત્સલ માલવિયાએ 93.24 ટકા અને પટેલ સાહિલે 92.16 ટકા જ્યારે પટેલ હર્ષએ 91.52 ટકા માર્ક પ્રાપ્ત કર્યા છે.

આ સિવાય પણ લોકમાન્ય વિદ્યાલયના 18 વિદ્યાર્થીઓએ 80 ટકાથી વધારે માર્ક મેળવ્યા છે અને 10 વિદ્યાર્થીઓએ 70 ટકાથી વધારે માર્ક મેળવ્યા છે. 60 ટકાથી વધારે માર્ક 12 વિદ્યાર્થીઓએ મેળવ્યા છે અને 50 ટકાથી વધારે માર્ક મેળવનારા ગ્રુપમાં 20 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

શાળા પરિવાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકીર્દી માટે શુભ કામનાઓ પાઠવવામાં આવી છે.