Page Views: 27142

"જ્યાં નદી રણને મળે, જ્યાં હવા શ્વાસ બને" - લિખિતંગ લાવણ્યા

લિખિતંગ લાવણ્યા નાટકે લોકોને સ્વચ્છતા, પુસ્તક પ્રેમનો સંદેશ આપ્યો : સાથે મનોરંજન કર્યું

સુરત-(કૃણાક ધોળકિયા દ્વારા)

સુરત મહાનગરપાલિકાના નાટ્ય સ્પર્ધામાં વિનર શોમાં શુક્રવારે લિખિતંગ લાવણ્યાએ ઓડીયન્સને મનોરંજન પૂરું પાડ્યું હતું. જયારે બે અંકના આ નાટકમાં ડો. રઈસ મણીયારે ખુબજ સુલભ રીતે વર્તમાનને ભૂતકાળ સાથે ડાયરીની સાંકળે બાંધ્યો છે. જયારે ડીરેક્ટર વૈભવ દેસાઈ અને તેની ટીમે પણ ખુબજ ઉત્કૃષ્ટ રીતે તેને રજુ કર્યો હતો. જ્યાં નદી રણને મળે, જ્યાં હવા શ્વાસ બને, લિખિતંગ લાવણ્યા સહીતના ગીત સંગીતમાં ડો. રઈસ મણીયારનો સાથ મુકુલ ચોકસીએ પણ શબ્દો થકી સુંદર રીતે આપ્યો છે.

જયારે આ નાટકના પ્લોટની વાત કરીએ તો મણીયારે એક વીસમી સદીના અંતના બોલીવુડ કે ગુજરાતીની કોઈ ફિલ્મની વાર્તાને કાગળ પર લખી છે. બે શ્રીમંત ઘરની જુદી જુદી તકલીફો, ચિંતાઓ અને મુશ્કેલીઓની વચ્ચે લાવણ્યા અને તેના પતિ તરંગની વાતને વણી લીધી છે. લગ્નથી માંડીને હત્યા અને અંતે લોકોની કબુલાતને લોકોએ સ્ટેજ પર જોઈ જે એક બોલીવુડ કે ગુજરાતીની જાણીતી ૭૦-૮૦ના દાયકાની ફિલ્મોમાં આ કહાની મળી આવશે. રખડેલ, પીધેલ મોટા બાપનો દીકરો તરંગ કેમ હત્યાના ગુનાનો આરોપી ગણાય છે. ને કેમ લાવણ્યા એક આદર્શ પત્ની બનીને તની સાથે રહે છે. તે સાથે પિતા અને ભાઈ તેમજ ભાભીના કારનામાને લોકો સામે મુક્યા છે. જયારે અંતે હેપ્પી એન્ડીંગ ની જેમ બધા જ સામે સંઘર્ષની ગાથા પૂર્ણ થતી હોત તેમ લિખિતંગ લાવણ્યા નાટક પર પડદો પડે છે.

આ નાટકના કલાકારો એ પણ બખૂબી રીતે પોતાના પત્રોને ભજવ્યા છે. વૈભવ દેસાઈએ લથડતા, અથડાતા, તરંગનું પત્ર ભજવ્યું છે. મણીયારે તરંગે સુપર હીરો બનાવવાની આ નાટકમાં કોશિશ કરી છે. જે ચુપચપ ઘરના બધા માટે બધું સહન કરે છે. ને પોતાના માથે બધું જ લઇ લેતો હોય તેવો બતાવવામાં આવ્યો છે. તો લાવણ્યાને એક આદર્શ દીકરી, વહુ, માતાના રોલ માં બતાવવામાં આવી છે. જેના જીવનમાં હર સમયે સંઘર્ષની અને એકલતાની જ વાત છે. દીકરી તરીકે માતાપિતાના છાયા વગર રહી, પરણી પર પતિનો સાથ માત્ર બે ઘડી, બાદ જ્યારે અઢાર વર્ષ બાદ તેનાં જીવનમાં સૌ સરખું થયેલું જાણે છે. ઉમંગ દિવાન અને ચુનીલાલ દિવાન બંને એ એક ઉત્કૃષ્ટ અને લાલચુ વાણીયા બતાવ્યા છે. જે વાત મણીયારે તરંગ થકી રજુ કરી છે. ચંદા બા એક અલાયદું કેરેક્ટર છે. જેની ભાષા, રીતભાત, વિચાર અને ચાલ એક મોટી માલકણની સાથે કપાતર જેવા દેખાડ્યા છે. સુરમ્યા અને અનુરવે આજના વર્તમાનને રજુ કર્યો છે. બંનેને મોડર્ન બતાવવાની સાથે પુસ્તક પ્રેમ અને જીવનના સંઘર્ષની સત્યતાને લોકો સામે મુકતા રજુ કરાયા છે. નાટકના પ્રથમ અંકના એન્ડમાં કામેશ કહાર નામના કેરેક્ટર થકી એક વિલન ઉભો કરવાની કોશિશ સરસ છે. જેની હેવાનીય થોડી નબળી પડી હોય તેવું નાટકમાંથી તારી આવે છે. પત્ર ભજવનાર યુવકમાં ઉર્જાનો ભંડાર હતો પરંતુ, ડાયલોગ્સ થોડા ફિક્કા તારી આવતા હતા. જેને કારણે ડાયલોગ્સે લોકોમાં ઉર્જા જગાવવા લાઈટ્સ અને સંગીતની મદદ લેવી પડી હતી.   

આખા નાટકમાં પારદર્શિતા હતી. નાટકમાં અણધારો ફટાકડો ફોડવાની કોશિશ મણીયાર દ્વારા બખૂબી રીતે કરવામાં આવી હતી. ઓડીયન્સ જો વિચારક હોય તો નાટકનું સસ્પેન્સને નાટકના અધવચ્ચે જ પકડી પડે તેવું સરળ પણ છે. કેટલાક ડાયલોગ્સ પર તાળીયો વરસી કારણકે તેમાં અભિમાન, ઘમંડ અને આત્મસન્માનનો અવાજ હતો. નાટકની ભાષા ગુજરાતી હતી. પરંતુ, ચંદા બાની ભાષા બધા બીજાથી નોખી તરી આવે એવી છે. જેમાં તળપદા અને અન્ય પ્રાંતીય ભાષાના શબ્દો ખુબ વપરાયા છે.

લિખિતંગ લાવણ્યા નાટકે લોકોને સ્વચ્છતા, પુસ્તક પ્રેમનો સંદેશ આપ્યો છે. જેની સાથે ડોક્ટરની ડાયરીની જેમ લોકોને ડાયરી લખવાની પણ પ્રેરણા આપે છે. સાદા અને સિમ્પલ પ્લોટના આ નાટકમાં વતર્માન-ભૂતકાળની સફરને એક ફિલ્મની જેમ બખૂબી રીતે બતાવવામાં આવી છે. જે બે કલાકના પડદા પરની ફિલ્મને ઓડીયન્સે સ્ટેજ પર માણી હતી. આ નાટકમાં દેવશ્રી, શંકરભાઈ, મુકેશ પટેલ, કાવ્યા શાહ, જીગર ગાંધી,ખ્યાતી દલાલ, આરજે પલક પરમાર, રોમિત મખ્ખીચા, વિનુ ચૌધારી, સતાવી ચોકસી અને વૈભાવ દેસાઈ સહિતની ટીમની મહેનત પણ નાટકમાં દેખાઈ આવી હતી.