Page Views: 56108

રીંગરોડ પરથી ગફલતભરી રીતે બાઈક ચલાવતા અક્સમાત: બેના મોત

અકસ્માતમાં સવાર યુવકોનું માથુ ડિવાઈડર સાથે અથડાતા ગભીર ઈજા થઇ હતી

સુરત-19-11-2018

રીંગરોડ સ્થિત લેજેન્ડ ટેક્ષટાઈલ માર્કેટની સામે બાઈક લઈને પુર ઝડપે પસાર થતા બે યુવકોને અકસ્માત નડ્યો હતો. જેમાં બંનેના સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, રીંગરોડ સ્થિત સુપર ટેક્સ ટાવર ટેક્ષટાઈલ માર્કેટ ખાતે રહેતા બબલુ ઉર્ફે સંજય હરીલાલ મોરિયા અને પપ્પુભાઈ બંને જીજે ૦૫ બીએમ ૯૬૪૬ નંબરની હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ લઈને પુરઝડપે ગફલતભરી રીતે પસાર થઇ રહ્યા હતા. જે દરમિયાન બાઈક પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં બંને યુવકોને ગંભીર ઈજા પહોચી હતી.અકસ્માતમાં બંનેને માથાના ભાગે ગંભીર ઇંજા પહોચી હતી. જેમાં તમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અ બનાવની જાણ થતા સલાબતપુરા પોલીસે ઘટના અંગેની નોંધ લઈને તપાસ શરુ કરી છે.