Page Views: 24734

અડાજણ-પાલ, હજીરા અને જહાંગીરપુરામાં મચ્છરોનો ઉપદ્રવ નાથવા કેનાલના પાણીના નીકાલ માટે વ્યવસ્થા કરાશે

પાલિકાના અધિકારીઓની ટીમ દ્વારા તમામ સ્થળોની મુલાકાત લઇ સ્થિતિનો અભ્યાસ કર્યો

 

સુરત-19-11-2018

શહેરના અડાજણ, પાલ, પાલનપોર, હજીરા, જહાંગીરપુરા સહિતના વિસ્તારમાં આવેલી ખાડીઓમાંથી પાણીનો યોગ્ય નીકાલ ન થતો હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધારે રહે છે. આ સમસ્યાના નિરાકરણ અને અભ્યાસ માટે એક સંયુક્ત સાઇટ વિઝીટ કરવામાં આવી હતી. જેમાં ડેપ્યુટી કમિશનર સી વાય ભટ્ટ, ડ્રેનેજ, ઇજનેર ડો. પ્રદીપ ઉમરીગર, કન્સલ્ટન્ટ ગ્રીન એન્જીનિયરીંગના મયંક મીઠાઇવાલા સહિત આરોગ્ય અને ફાઇલેરીયા વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

ભાઠા ગ્રીન સિટી પાસે સાઇટ વિઝીટ કરવામાં આવી તેમાં હયાત નાળા, ડ્રેઇનની પાઇપોનું લેવલ ચેક કરવા તથા પાણીનો ખાડીમાથી યોગ્ય નિકાલ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મહાનગર પાલિકાની હદને લાગુ સુડા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટી તથા આસપાસના વિસ્તારનું ડ્રેનેજ નેટવર્કના આસપાસના વિસ્તારનું ડ્રેનેજ નેટવર્કના ટ્રીટમેન્ટ સહિતના યોગ્ય નિકાલ માટે જરૂર જણાય તેઓને ખર્ચે જરૂરી લાઇન નાંખવા માટે વિકલ્પો તૈયાર કરવા માટે સુચના આપવામાં આવી હતી. જહાંગીરપુરા જહાંગીરાબાદ ટાઉનશીપ નજીક જ્યાં ખાડીનું પાણી રસ્તો ક્રોસ કરીને નદી તરફે વહે છે ત્યાં પણ હયાત પાઇપ લાઇનનું લેવલ ચેક કરીને યોગ્ય જણાય તો નવી પાઇપો નાખી ખાડીમાં ભરાવો થતા પાણીનો સુગમ નિકાલ થાય તે માટે પણ જરૂરી અંદાજ બનાવીને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી. નદી તરફ પણ હયાત પાઇપ લાઇન કે જે ભરતીના પાણીને લઇને ડિસ્ટ્રર્બ થયેલી છે તેને પણ સુપડી બનાવવા ગેબિયન પીચીંગ વિકલ્પ વિચારની કાયમી નીકાલ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

જહાંગીરપુરા, પાલ વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇ, ગૌરવ પથ પર કેનાલ સુધી બોક્સ સ્વરૂપે છે ત્યાર બાદ પાણી તેના ખાડીમાં ખુલ્લામાં જાય છે આ ખાડીઓમાં મોટા ભાગે પાણી ભરાયેલુ જોવા મળે છે અને તેમાં પાણીનો પ્રવાહ ધીમો હોય છે જેથી ગંદકી તથા મચ્છરોનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. આ સમસ્યાના નીકાલ માટે પણ યોગ્ય સર્વે કરીને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.