Page Views: 22266

રવીન્દ્ર પારેખ રાજીનામું આપે એ પહેલા હાંકી કાઢવાનો હતો

પ્રેમ અને વાસના સિવાય ગઝલ ન બને એવા સ્ટેટમેન્ટ આપનાર રવીન્દ્ર પારેખને સાહિત્યકાર, ગઝલકાર કહેવો કે બીજું કંઇ

(કિરીટ ત્રિવેદી દ્વારા) સુરત-2-11-2017

ગુજરાતી સાહિત્યમાં કેટલાક કાછડીછુટા લેભાગુઓ પોતાની જાતને મુંઠી ઉંચેરા ગણીને કામલીલા કરતા આવ્યા છે. આ ટોળકીમાંનો એક રવીન્દ્ર પારેખ છે તેના પાપનો ઘડો ભરાઇ ગયો એટલે ફુટ્યો છે અને હવે તેણે ગુજરાતી સાહિત્ય પરિષદમાંથી નારાજીનામા સાથે રાજીનામું આપ્યું છે. અહીં સવાલ એ થાય છે કે આ રવીન્દ્ર પારેખ કે જેની ઉમર 70 વર્ષની છે અને તેણે જે અત્યાર સુધી સાહિત્યની આડમાં જે ખેલ કર્યા છે તેને ગુજરાતી સાહિત્ય પરિષદ આંખ આડા કાન કરીને ચલાવતી આવી હતી. નવોદિત કવિઓ અને લેખકો સહિત સોશ્યલ મિડીયામાં અને સમાચાર પત્રોમાં રવીન્દ્રની કામલીલા પ્રસિધ્ધ થયા બાદ તેને અન્ય સાહિત્યકારોએ ચામડી બચાવવા માટે રાજીનામું લખી આપવા સમજાવવો પડ્યો ત્યાં સુધી ગુજરાતી સાહિત્ય પરિષદે રાહ જોઇ એ યોગ્ય નથી જ.

ઃઃઃઃઃબે વર્ષ પહેલા ગુજરાતી સાહિત્ય પરિષદે પગલા ભર્યા હોત તો આ દિવસ ન આવત...

કહેવાતા સાહિત્યકાર રવીન્દ્ર પારેખે બે વર્ષ પહેલા એક પાકિસ્તાનની યુવતીને તેમજ એક સ્થાનિક યુવતીને પણ આઇ લવ યુ,,, સહિતના પ્રેમાલાપ કરતા મેસેજ કર્યા હતા. જે તે સમયે સુરત દિવ્ય ભાસ્કર દૈનિકના સિનિયર પત્રકાર રાજુ સાળુંકેએ ત્યારના એડીટર પ્રણવભાઇ ગોળવલકરના માર્ગદર્શન પ્રમાણે રવીન્દ્ર પારેખને સવાલ જવાબ કર્યા હતા અને રવીન્દ્ર પારેખે જે જવાબો આપ્યા એ પ્રમાણે જ છાપ્યા હતા. બીજા દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદના જે તે સમયના પ્રમુખ અને ઉપ પ્રમુખને પણ સવાલો કરવામાં આવ્યા હતા અને પગલા ભરીશું એવી ખાતરી તેમણે આપી હતી. અહીં સવાલ એ છે કે, બે વર્ષ પહેલા જો રવીન્દ્ર પારેખને હાંકી કાઢ્યો હોત તો આજે ગુજરાતી સાહિત્ય પરિષદને આ દિવસ જોવાનો વખત ન આવત.

-ઃઃઃઃ રવિન્દ્ર એ એક યુવતીને ઇ મેઇલ કરીને કહ્યું સારૂ લખે છે પ્લેટફોર્મ આપીશ તને ...આઇ લવ યુ

એક યુવતીની શોર્ટ સ્ટોરી વાંચીને રવીન્દ્રએ તેને ઇ મેઇલ કર્યો હતો. આ યુવતીને તેણે એવુ કહ્યું હતું કે, સારૂ લખે છે મળવા આવ જે હું તને પ્લેટફોર્મ આપીશ... આઇ લવ યુ.... સારા ઘરની આ યુવતીએ સમાજમાં પોતાની છબી ન ખરડાય તે માટે આ વાતને ત્યાં જ અટકાવી દીધી હતી. આવા કહેવાતા સાહિત્યકારને જો ગુજરાતી સાહિત્ય પરિષદ રાજીનામું આપવાની તક આપે છે એ યોગ્ય છે ખરૂ...