Page Views: 32017

દંગલ ફિલ્મે ઈતિહાસ રચ્યો: વર્લ્ડ વાઈડ ૨૦૦૦ કરોડની કમાણી કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ

દંગલે ભારત સહિત વિશ્વમાં ૭૫૦ કરોડની અને ચીનમાં ૧૨૫૩ કરોડની કમાણી સાથે ૨૦૦૦ના મેજિકલ આંકડાને પાર કર્યો

મુંબઈઃ 

        આમિરખાનની 'દંગલ' ફિલ્મે વર્લ્ડ વાઈડ ૨૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. હાલ માં જ રીલીઝ થયેલી બાહુબલી-૨ ફીલ્મને પછાડી આ મેજિકલ આંકડાને પાર કરનારી પ્રથમ ફિલ્મ બની છે. ગત વર્ષે ડીસેમ્બરમાં રીલીઝ થયેલી આ ફિલ્મે ભારત સહિત વિશ્વમાં ૭૫૦ કરોડની કમાણી કરી હતી. હાલમાં રીલીઝ થયેલી ફિલ્મને ચીનમાં ખૂબ સારો રિસપોન્સ મળી રહ્યો છે. આ ફિલ્મે ફક્ત ચીનમાં ૧૨૫૩ કરોડની કમાણી કરી છે. આમ કુલ અત્યાર સુધીમાં આ ફિલ્મ ૨૦૦૦ કરોડની કમાણી કરી ચુકી છે.


        ઉલ્લેખનીય છે કે, 'દંગલ' ભારતના જાણીતા રેસલર મહાવીરસિંહ ફોગટની લાઈફ પર આધારિત છે. જેમાં તે કેવી રીતે પોતાની બન્ને દીકરીઓ ગીતા અને બબીતાને વિશ્વ કક્ષાની રેસલર બનાવે છે, તે વાતને સ્ટોરી લાઈન બનાવી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. જ્યારે ફિલ્મમાં આમિર ખાન સિવાય ફાતિમા સના શેખ, સાન્યા મલ્હોત્રા અને સાક્ષી તન્વર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.