Page Views: 13711

કાપોદ્રા બીઆરટીએસ રૂટ પર બસ-ચાલકને માર મારીને બસમાં તોડફોડ

કાપોદ્રા પોલીસમથકમાં ડ્રાઇવરે ફરિયાદ કરતા ભરવાડ સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

સુરત:-

        કાપોદ્રા બીઆરટીએસ રૂટ પર બસ ચાલકે ભરવાડોએ માર મારીને બસની તોડફોડ કરી ત્યાંથી ભાગી ગયા હતા. બનાવ અંગે કાપોદ્રા પોલીસમાં ડ્રાઇવરે ફરિયાદ કરતા ભરવાડ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. 

        ગોડાદરા રહેતા અશોક કાતરિયા બીઆરટીએસ ડ્રાઈવર છે. બુધવારે સાંજે કાપોદ્રા બુટભવાની રૂટ પરથી બસ લઈને જતા હતા ત્યારે રસ્તાની વચ્ચે એક ઈસમ ચાલતો હોવાથી હોર્ન મારતાં તેણે બસ પર પથ્થર માર્યો હતો અને ડ્રાઈવરની સાથે માથાકૂટ કરવા લાગી ગયો હતો. અરસામાં ભરવાડે ત્યાં આવીને બસની તોડફોડ કરી ડ્રાઈવરને બસમાંથી ઉતારીને માર મારવા લાગ્યા હતા. જેમાં 17 હજારનું નુકસાન થયું હતું. કાપોદ્રા પોલીસે હરિ ભરવાડ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો છે. થોડા દિવસો પહેલા બીઆરટીએસ રૂટમાં કર્મચારીને બાઈકચાલકે ઉડાવીને ભાગી ગયો હતો. હજુ કેસમાં આરોપી પકડાયો નથી.