Page Views: 21383

આદિવાસી સમાજમાં અંગદાનનો પ્રથમ બનાવ- બ્રેનડેડ નવનીત ચૌધરીના પરિવારે કીડની, લિવર, હૃદયનું દાન

ચાર વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત-

સોમવાર તા: ૨૯ મે, ૨૦૧૭ ના રોજ નવનીતભાઈ સાંજે ૫:૩૦ થી ૬:૦૦ કલાક દરમિયાન વાંકલ થી લવેટ પોતાના ઘરે પરત ફરી રહયા હતા, ત્યારે વાંકલ રેલ્વે ફાટકની પાસે બાઈક સ્લીપ થઇ જતા તેઓ નીચે પડી ગયા હતા અને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. આજુબાજુનાં લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તેમને ઝંખવાવ રેફરલ હોસ્પીટલમાં દાખલ કર્યા. ત્યાંના ડોકટરોએ તેમની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલીક સુરત લઇ જવાની સલાહ આપી. તેથી તેમને પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ડૉ. જે. આર. ઠેસીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું અને ક્રેનીયોટોમી કરીને લોહીનો ગઠ્ઠો કાઢવાનું કહેતા પરિવારજનોએ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્માની સારવાર હેઠળ દાખલ કરી SICU રેસીડેન્ટ ડૉ. નિલેશ કાછડીયાએ સારવાર શરુ કરી.

ગુરુવાર તા: ૧ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ. મેહુલ મોદી, ન્યુરોફીઝીશ્યન ડૉ.પરેશ ઝાંઝમેરા અને સર્જરી વિભાગના રેસીડન્ટ ડૉ. નિલેશ કાછડીયાએ નવનીતભાઈને બ્રેનડેડ જાહેર કર્યા.

ડૉ. નિલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના હેમંત દેસાઈનો ટેલીફોનીક સંપર્ક કરી નવનીતભાઈના બ્રેનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી નવનીતભાઈના પિતાશ્રી બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજ જેઠાભાઈ વસાવાને ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવી ઓર્ગન ડોનેશનની પ્રક્રિયા સમજાવી.

 

નવનીતભાઈના પિતાશ્રી બાબુભાઈ, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ, સરપંચ મનોજભાઈએ જણાવ્યું કે અમારા સમાજમાં અંગદાન માટે હજુ જાગૃતિ નથી. અમે વારંવાર વર્તમાન પત્રોમાં અંગદાન વિશેના સમાચારો વાંચતા હતા. આજે જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે ત્યારે તેઓના અંગોનું દાન કરીને કોઈકના લાડકવાયાને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. તેઓએ સમાજના દરેક વર્ગના લોકોને જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે અંગદાન કરવા અપીલ પણ કરી હતી.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટર પ્રિયાબેન શાહ અને ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કીડની અને લીવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું જયારે CIMS હોસ્પીટલના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટર નિખીલ વ્યાસ અને ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયકનો સંપર્ક કરી હૃદયનું દાન લેવા આવવા માટે જણાવ્યું હતું.

અમદાવાદની CIMS હોસ્પીટલના ડૉ. ધવલ નાયક અને તેમની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, જયારે Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. સુરેશ કુમાર અને તેમની ટીમે આવી કિડની અને લીવરનું દાન સ્વીકાર્યું.

સુરત નવી સિવિલ હોસ્પિટલથી અમદાવાદની CIMS હોસ્પિટલ સુધીનું ૨૭૭ કિ. મી નું અંતર ૮૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી કલ્પેશ જયસુખભાઈ કાત્રોડિઆ      ઉ. વ. ૨૩માં ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની અમદાવાદના રહેવાસી તિલક શાહ ઉ. વ. ૧૪ અને બીજી કિડની સુરતના રહેવાસી પુનીત જાલાન ઉ.વ. ૩૧ માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જયારે લીવર મોરબીના રહેવાસી વાલાભાઈ દેવાભાઈ રાઠોડ ઉ.વ. ૪૮ માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

આ બન્ને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે ડો. પ્રાંજલ મોદી, ડો સુરેશકુમાર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં નવનીતભાઈના પિતાશ્રી બાબુભાઈ, પત્ની દક્ષાબેન, બહેન રીટાબેન, ફોઈ વનિતાબેન, જીલ્લા પંચાયતના માજી પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી, સરપંચ મનોજભાઈ વસાવા,         ન્યુરોસર્જન ડો. મેહુલ મોદી, ન્યુરોફીઝીશ્યન ડો. પરેશ ઝાંઝમેરા, મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. મહેશ વાડેલ, સર્જરી વિભાગના HOD ડૉ. નિમેશ વર્મા, રેસીડન્ટ ડૉ. નિલેશ કાછડીયા, ડૉ. નેહલ શાહ, ડૉ. નરેન મકવાણા, ડૉ. નિપુન બંસલ, નવી સિવિલ હોસ્પીટલનો સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ શ્રી નીલેશ માંડલેવાલા, મંત્રી શ્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, CEO નીરવ માંડલેવાલા, નિમિત પટેલ, દેવેશ ભરૂચા, ડેનીશ સતાસિયા, મહેન્દ્રસિંહ દરબાર, અસ્ફાક ઈબ્રાહીમ શેખ, મયુર પામક, ભાવિન કોલડીયા, સુભાષ જોધાણી, ધવલ પ્રજાપતિ અને જીતેન્દ્ર મોરેનો સહકાર સાંપડ્યો હતો.                                                                                       

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૧૯૬ કિડની, ૭૪ લીવર, ૫ પેન્ક્રીઆસ, ૧૧ હૃદય અને ૧૭૪ ચક્ષુઓનો દાન મેળવીને ૪૫૮ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે.

નવી સિવિલ હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગ તથા અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રી અને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીનો સહકાર સાંપડ્યો હતો. ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા માટે ધારાસભ્ય હર્ષ સંઘવી તેમજ સુરત એરપોર્ટ પર નાઈટ ટેકઓફની સુવિધા ન હોવા છતાં રાત્રે ૨:૩૦ કલાકે ટેકઓફની પરવાનગી અપાવવા માટે સાંસદ   શ્રી સી. આર. પાટીલનો સહકાર સાંપડ્યો હતો.

 સુરત શહેરની સિવિલ હોસ્પીટલમાંથી ઓર્ગન ડોનેશન મળે તે માટે સુરત શહેર પોલીસ કમિશ્નર              શ્રી સતીશ શર્મા પણ પ્રયત્નશીલ હતા અને તે માટે તેઓએ સિવિલ હોસ્પીટલના મેડીકલ સુપ્રીન્ટેન્ડેન્ટ અને સ્મીમેર હોસ્પીટલના મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટને એક પરિપત્ર લખ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરતમાંથી છેલ્લા ૧૨ વર્ષમાં જે ઓર્ગન ડોનેશન થયા છે તે સુરતની જુદી જુદી પ્રાઇવેટ અને ટ્રસ્ટની હોસ્પીટલમાંથી થયા છે.        સૌ પ્રથમ વખત સુરતની નવી સિવિલ હોસ્પીટલમાંથી અંગદાન મળ્યું છે.

કેડેવર હૃદય ડોનેશનની પ્રક્રિયા નો ધટના ક્રમ

૧. રાત્રે ૧૧:૩૬ કલાકે કેડેવર ઓર્ગન ડોનર નવનીત બાબુભાઈ ચૌધરીને ઓપરેશન થીયેટરમાં શિફ્ટ કર્યા.

  ૨. રાત્રે 0૨:૩૩ કલાકે અમદાવાદની CIMS હોસ્પીટલના ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ હૃદયનું દાન સ્વીકારી નવી સિવિલ હોસ્પિટલથી સુરત એરપોર્ટ જવાના રવાના થયા.

3. રાત્રે 0૨:૪૭ કલાકે ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ સુરત એરપોર્ટ પહોચ્યા.

૪. રાત્રે 0૨:૫૨ કલાકે સુરત એરપોર્ટથી ચાર્ટર વિમાનમાં ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ હૃદય લઇ અમદાવાદ જવા રવાના થયા.

૫. રાત્રે 03:૩૦ કલાકે ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ અમદાવાદ એરપોર્ટ પહોચ્યા.

૬. રાત્રે 03:૩૩ કલાકે ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ અમદાવાદ એરપોર્ટથી CIMS હોસ્પિટલ જવા રવાના થયા.                                                                             

૭. મળસ્કે 03:૫૩ કલાકે ચીફ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ CIMS હોસ્પિટલના ઓપરેશન થીયેટર દાખલ થયા અને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી કલ્પેશ જયસુખભાઈ કાત્રોડિઆ ઉ. વ. ૨૩માં ડૉ. ધવલ નાયક અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

ભારતમાં ૧૯૯૪માં પહેલું હૃદય નું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. છેલ્લા ૧૮ મહિનામાં સુરતમાંથી હદય  ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટ કરવાનો આ અગિયારમો બનાવ છે, જેમાંથી નવ હૃદય મુંબઈ, એક હૃદય ચેન્નાઈ અને એક હૃદય અમદાવાદ મોકલવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાંથી અમદાવાદની CIMS હોસ્પીટલમાં હૃદય ટ્રાન્સફર અને ટ્રાન્સપ્લાન્ટનો આ પ્રથમ બનાવ છે, જેનું