Page Views: 28480

અભિનેતા રિશી કપૂર વિરૂધ્ધ FIR દાખલ

મહારાષ્ટ્ર પ્રોટેકશન એન્ડ પિઝર્વેશન ઓફ પ્રિએકટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ

મુંબઇ:

        મુંબઈની ખાર પોલીસે અભિનેતા રિશી કપૂર વિરુદ્ઘ પરવાનગી કરતા વધુ ઝાડ કાપવાની બીએમસીની ફરિયાદ પર એફઆઈઆર દાખલ કરી છે. સૂત્રોએ જણાવ્યું કે રિશી કપૂરની સાથે તેમના દ્વારા એપોઈન્ટ કરાયેલા કોન્ટ્રાકટર વિરુદ્ઘ પણ મહારાષ્ટ્ર પ્રોટેકશન એન્ડ પિઝર્વેશન ઓફ પ્રિએકટની કલમ હેઠળ એફઆઈઆર દાખલ કરાઈ છે.

          રિશી કપૂરે પોતાને નિર્દોષ ગણાવતાં પડોશીઓની ઇર્ષાના કારણે આ કાર્યવાહી થઈ હોવાનું જણાવાયું છે. પોલીસે જણાવ્યું કે આ સંદર્ભે ખૂબ જલદી કાર્યવાહી કરવામાં આવશે. આ પહેલાં પણ બીએમસીએ રિશી કપૂરને કારણદર્શક નોટિસ આપી હતી અને તેમનું કહેવું હતું કે આ અંગે રિશી કપૂર તરફથી કરાયેલી સ્પષ્ટતાથી તેઓ સંતુષ્ટ નથી.રિશી કપૂર પર આક્ષેપ લાગ્યો હતો કે એક મોટા વૃક્ષની શાખાઓને માત્ર કાપવા માટે કહેવાયું હતું પરંતુ તેના દ્વારા એમ ન કરાતાં વધુ વૃક્ષ કાપવામાં આવ્યાં. આ પહેલાં પણ બીએમસીએ રિશી કપૂરને કારણદર્શક નોટિસ જારી કરી હતી.