Page Views: 3989

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 56.82 ટકા પરિણામ- ધો.10 બાદ ધો.12માં પણ સુરત જિલ્લાએ મેદાન માર્યું

30.81 ટકા સાથે છોટા ઉદેપુરનું સૌથી ઓછુ પરિણામ આવ્યુ - 100 ટકા પરિણામ લાવનારી શાળાની સંખ્યા 281

સુરત - 
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2017માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય 
પ્રવાહની પરિક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે. કુલ 496 કેન્દ્રો પરથી લેવાયેલી સામાન્ય પ્રવાહ, વ્યવસાય 
લક્ષી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ચાલુ વર્ષે કુલ 5 લાખ 5 હજાર 51 વિદ્યાર્થીઓએ પરીક્ષા 
આપી હતી. જે પૈકી કુલ 2 લાખ 81 હજાર 256 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધોરણ 10 બાદ સુરત શહેર 
જિલ્લાનું કુલ પરિણામ રાજ્યમાં સૌથી વધારે 73.85 ટકા જેટલું આવ્યુ છે જો કે, કેન્દ્રની દ્રષ્ટિએ અમદાવાદના 
એલીસબ્રિજ કેન્દ્રનું 100 ટકા પરિણામ આવ્યુ છે. 
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં રાજ્યભરની શાળાઓમાં કુલ 257 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે જેમાં સુરત શહેર અને 
જિલ્લાના કુલ 76 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડ મેળવીને અવ્વલ રહ્યા છે. જ્યારે એ-2 ગ્રેડમાં રાજ્યમાં 7055 વિદ્યાર્થીઓ 
આવ્યા છે તેમાં સુરતના 1685 વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. 
સુરત શહેરના વરાછા વિસ્તારની તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના 9 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવીને રેકોર્ડ કર્યો છે. 
તપોવન ગ્રુપના એ-1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની યાદી
મુંગરા રાજન કિશોરભાઈ 99.96 પર્સેન્ટાઈલ
ગોયાણી કૃણાલ સુભાષભાઈ 99.94 પર્સેન્ટાઈલ
બલર વંદના બાબુભાઈ 99.94 પર્સેન્ટાઈલ
કુંભાણી વિશાલ જયસુખભાઈ 99.93 પર્સેન્ટાઈલ
કોટડીયા જીનલ સુરેશભાઈ 99.94 પર્સેન્ટાઈલ
માંગુકિયા ખાશુલ ગૌતમભાઈ 99.98 પર્સેન્ટાઈલ
સાવલિયા ગગન્તી દિનેશભાઈ 99.94 પર્સેન્ટાઈલ
કાછડિયા ઉર્વિશા જયસુખભાઈ 99.96 પર્સેન્ટાઈલ
ભડિયાદરા ભૂમિ શામજીભાઈ 99.93 પર્સેન્ટાઈલ