Page Views: 3607

રેનસમવેર બાદ હવે નવી ઉપાધી: દુનિયાભરનાં ૩.૬૫ કરોડ જેટલા સ્માર્ટફોન્સ 'જૂડી' વાયરસની ઝપેટમાં

જૂડી એક ઓટો ક્લીકીંગ એડવેર છે જે કોરિયન કંપની દ્વારા વિકસાવાયેલી ૪૧ એપમાં જોવા મળ્યો છે

નવી દિલ્હી:

        રેનસમવેર વાયરસ બાદ વધુ એક જૂડી વાયરસે દુનિયાના કરોડો સ્માર્ટ ફોનને ઝપેટમાં લીધા છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કરોડ સ્માર્ટફોન્સ એક નવા માલવેર 'જૂડી'ની લપેટમાં આવે તેવી શકયતાન છે. સુરક્ષા સમાધાન ઉપલબ્ધ કરાવનારી કંપની ચેકપોઈન્ટે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, 'જૂડી'ના સપાટામાં આવનારા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત છે. ફર્મનું માનવું છે કેદુનિયાભરમાં ૮૫ લાખથી લઈને ૩.૬૫ કરોડ જેટલા સ્માર્ટફોન્સ તેની ઝપટમાં આવી શકે છે. જૂડી એક ઓટો કિલકિંગ એડવેર છે જે કોરિયન કંપની દ્વારા વિકસાવાયેલી ૪૧ એપમાં જોવા મળ્યો છે. આ માલવેર પોતાના સપાટામાં આવેલા સ્માર્ટફોન્સ દ્વારા એડવર્ટાઈઝ પર મોટી સંખ્યામાં કિલક કરે છે જેથી તેને બનાવનારાઓને ફાયદો થઈ શકે છે.

   જોકે હજુ સુધી એ જાણ થઈ નથી કેઆ માલવેરની લપેટમાં કયા-કયા દેશો આવ્યા છે.આ અગાઉ આ જ મહીને વોનાક્રાઈ નામના રેનસમવેરે દુનિયાભરના ૧૦૦થી વધુ દેશોમાં આતંક મચાવ્યો હતો. આ વાયરસે રશિયાબ્રિટન સહિતના તમામ દેશોના કોમ્ય્યુટરને હેક કરી દીધા હતા. સાઈબર એટેકર્સે વોનાક્રાઈ દ્વારા કોમ્પ્યુટર્સની ફાઈલો તથા ડેટાને લોક કરી દીધા હતા. તેની લપેટમાં આવનારા કોમ્પ્યુટર્સની સ્ક્રિન પર એક મેસેજ આવતો હતો જેમાં તે ડેટા અનલોક કરવા માટે ખંડણી માગતા હતા.