Page Views: 41758

સુરતના યાત્રીઓથી ભરેલો કોચ લીધા વિના ટ્રેન મુંબઈ પહોંચી ગઈ !

રેલ્વેની બેદરકારીના પગલે યાત્રીઓને મધરાત્રી સુધી ભટકવું પડ્યું

સુરત :

         અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન રાત્રીના 8.30 કલાકે સુરત રેલવે સ્ટેશનથી ઉપડે છે અને વહેલી સવારે મુંબઇ પહોંચાડે છે.પણ આ ટ્રેનમાં ભૂંસાવલથી આવતો એક વધારાનો કોચ સુરત રેલવે સ્ટેશન પર જોડવામાં આવે છે. ટ્રેનનું 9 કલાકનું હોલ્ડ સાથે ટ્રેનના કોચને ચાર નંબર પ્લેટ ફોર્મ પર અધવચ્ચે મૂકી દેવાયો હતો. આ કોચમાં ગુરુવારની રાત્રીએ બાળકો,વડીલો અને યુવાનો સહિત 80 જેટલા યાત્રીઓ હતાં. પરંતુ આ મુસાફરો ભરેલો એક્સ્ટ્રા કોચ ભૂંસાવલથી સુરત આવે તે પહેલાં અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન આ કોચને લીધા વિના જ ઉપડી ગઈ હતી. જેથી કોચ પટરી પર રહી ગયો. પરિણામે તમામ મુસાફરો અટવાઈ ગયા હતાં.

     તમામ કરવા ગયેલા પેસેન્જરોએ રેલવે સ્ટેશન માસ્ટર અશ્વિનીકુમાર વર્માને ફરિયાદ કરી હતી. પરંતુ તેમણે ઉડાઉ જવાબ આપી પોતાની રીતે વ્યવસ્થા કરી લેવા જણાવ્યું હતું.અને સવારે સુધી પેસેન્જર લોકલ ટ્રેનની રાહ જુઓ તેમ કહેવામાં આવ્યું. 

     જ્યાં બુલેટ ટ્રેનની વાતો થાય છે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનની વાતો થાય છે. ત્યાં ટ્રૅન ઉપડી જાય છે અને કોચ પટરી પર જ રહી જતી હોવાનો રોષ યાત્રીઓએ વ્યક્ત કર્યો હતો.