Page Views: 41227

૧૫૦૦ કરોડની કમાણી સાથે બાહુબલી-૨'એ વધુ એક નવો રેકોર્ડ સ્થાપ્યો

હિન્દીમાં ૪૧૧% થી વધું નફો કમાનારી આ વર્ષની પહેલી ફિલ્મ

મુંબઈ:

        ૨૮ એપ્રિલના રોજ રીલીઝ થનારી દિગ્દર્શક એસ. એસ. રાજામૌલી દ્વારા નિર્દેશિત બાહુબલી-૨ ફિલ્મ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. બાહુબલી-૨ એ માત્ર ૨૧ દિવસમાં ૧૫૦૦ કરોડની કમાણી કરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ સાથે જ ૪૧૧%થી વધુ નફો કમાનારી આ વર્ષની સૌથી પહેલી ફિલ્મ બની છે.

        અભિનેતા પ્રભાસ, રાણા દુગુબત્તી, અનુષ્કા શેટ્ટી, રામ્યા કૃષ્ણન, તમન્ના ભાટિયા, સત્યરાજને ચમકાવતી ફિલ્મ ‘બાહુબલી-2 ‘એ માત્ર ૨૧ દિવસોમાં વૈશ્વિક સ્તરે બોકસ ઓફિસ પર ૧૫૦૨ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માત્ર ‘બાહુબલી-2’નાં હિંદી સંસ્કરણની વાત કરીએ તો ૯૦ કરોડનાં બજેટમાં બનેલી આ ફિલ્મે ૩૭૦ કરોડનું પ્રોફીટ કરી લીધુ છે. ફિલ્મે અત્યાર સુધીમાં ૪૬૦ કરોડની કમાણી કરી લીધી છે. વર્લ્ડવાઇડ વાત કરીએ તો ફિલ્મની પકડ મજબૂત છે. પ્રશંસકોમાં હજૂ સુધી એટલો ઉત્સાહ છે કે, ફિલ્મે ૨૨માં દિવસ બાદ પણ ફિલ્મ તાબડતોડ કમાણી કરી રહી છે. માત્ર આટલુ જ નહી પરંતુ અનુમાન કરવામાં આવી રહ્યુ છે કે, ‘બાહુબલી-૨’ ઓછામાં ઓછી ૧૦ દિવસો સુધી બોક્સઓફિસ પર ટકશે.