Page Views: 105808

ધોરણ 12 સાયન્સનું પરિણામ આવ્યુ છે ત્યારે ખાસ વાંચો જય વસાવડાનો આર્ટીકલ.....

જીવન મેં તુ ડરના નહીં.... સર નીચા કભી કરના નહીં ...

જય વસાવડા દ્વારા

                અપેક્ષાના દબાણ  નીચે  જાતને ધીક્કારનાર ટીનએજર એકઝામિનેશનના ટેન્સનમાં ગુચવાઈને જીંદગીમાં  ફેઈલ થઈ જાય છે . જમાનો કોમ્પીટીશનનો છે ખરી વાત પણ કોમ્પીટીશન એટલે એક્જામીનેશન , એવું કોણે કહ્યું ?  સાચા દાખલાના માર્કસ રોકડા આપતા સમાજે  પોતાજ એક ઉચો દાખલો ગણી કાઢયો છે.જેમાં ધરાર નવી પેઢી રોબોટનો માફક પરિક્ષાર્થી  બનતી જાય છે.  કોમ્પીટીશનમાં તો મહેન્દ્રસિંહ  ધોનીની કિંમત છ કરોડની છે. ધોનીને એક્જામમાં કટેલા ટકા આવ્યા હતા ? કોમ્પીટીશનમાં માં ધીરુભાઈ અંબાણી એટલા આગળ નીકળી ગયા કે હજુ એમની દિકરાઓને કોઈ પાછળ રાખી શકે તેમ નથી. ધીરુભાઈ કયારે બોર્ડ માં પ્રથમ ના હતા ? કોમ્પીટીશનમાં શાહરૂખના નામનો જ એક એવોર્ડ રાખીને બધા સમાંરભોમાં એને આપી દેવો જોઈએ, એટલા એવોડ શાહરુખાનને મળે છે. શાહરુખ કયા કોચિંગ કલાસનો સિતારો હતો ? કોમ્પીટીશનમાં ઇન્દિરા ગાંધીએ ભારતના રાજકારણ નો નકશો બદલાવી દીધો છે.. ઇન્દિરા ને કઈ સ્કુલમાં એડ્મીશન મળેલું ?  ( જવાબ છે  : વર્તમાન શિક્ષણ અને પરિક્ષણ પધ્ધતિથી તદન અલગ એવી ટાગોરની શાંતિનિકેતન !)

                એટલે વાત જો કોમ્પીટીશનની જ હોય. તો એમાં ટોચ પર પહોચવા માટે માર્ક્સની ઉપયોગીતા કેટલી?  લેટેસ્ટ મોબાઈલ ફોનમાં આવતા વિડિયો કોલીંગના ફીચર જેટલી ! છોગામાં લટકાવીને ભાવ વસુલ કરાય , પણ હકીકતમાં દેશ  આખામાં એ સેટેલાઈટ સિસ્ટમનો કશો ઉપયોગ જ ન હોય  !

                કોમ્પીટીશન એટલે સ્પર્ધા. એકબીજાથી આગળ નીકળવા,વધુ બહેતેર જિંદગી જીવવા જાતમાં સતત સુધારો કર્યા કરવો પડે, નવું અપગ્રેડેશન કરવું પડે. હરીફાઈને લીધે આગળ ખખેરાય જાય, જીતવાનો અને એ માટે સાહસ કરવાનો જુસ્સો ચેડે, અન્ય કરતાં શ્રેષ્ઠ થવા માટેનું પ્રોત્સાહન મળે અને પોતાના સ્પેશીયાલીટીની કદર થાય એ માટે કોમ્પીટીશન અનિવાર્ય છે.પણ આપણી ટેલેન્ટને બદલે મેમરી માપતી પરીક્ષાઓ કોમ્પીટીશન છે જ નહીં એ કેવળ ‘કમ્પરીઝન’ છે. ફક્ત સરખામણી  ! કોમ્પીટીશનનું  અંતિમ લક્ષ્ય છે, જાત સાથેની સ્પર્ધા પોતાના જ આગલા પર્ફોમન્સ કરતાં સારું પર્ફોમન્સ કરી બતાવું, બીજાઓને હરાવવા કરતાં ખુદ અનબીટેબલ, અજેય બનતા જવું.

                એક્ઝામિનેશન આ શીખવાડતી નથી, બીજેથી આવું શીખવાની ફુરસદ પણ આપતી નથી. એમાં પરફેકટ સ્કોર મેળવવાની લાહ્યમાં અભ્યાસક્રમ સમજાવવાને બદલે ગોખવવામાં આવે છે. પછી ટ્યુશન રખાવવામાં આવે છે. છ કલાક સ્કૂલ-કોલેજ, ચાર કલાક ટ્યુશન,પાંચ કલાક રીડીંગ (માત્ર પરિક્ષાલક્ષી, વધારવાનું તો છાપું ય નહિ!) અને હોમવર્ક , ચોવીસ કલાકમાંથી  ઉંઘ-આહાર-સ્નાન વગેરે સહીત ફક્ત નવ કલાક બચ્યા! પછી ટીનેજર ફ્રી થાય એટલે ટાઈમપાસ જ ન કરે ને ! જયારે ધડતરનો કાળ છે , એ ઉંમરમાં ધડતરનો સમય જ ન રહે, પછી કેવા નાગરિકો પેદા થાય ? અને એવા નાગરિકો સમાજની કેવી હાલત કરે? આ બને સવાલનો જવાબ નજર સામે છે.  આસપાસ જોઈ જુઓ , સમજાઈ જશે.

        પરિક્ષા શકિતની કસોટી માટે છે. યાદશક્તિની કસોટી માટે છે. પણ સ્ટુડન્ટસ, ટીચર્સ કે પેરન્ટસ  સહુ કોઈ પરીક્ષાના સિતમોનો સદીઓથી ભોગ બનતા છતાં, એમાં ફેરફાર માટે કદી સંગઠ્ઠીત નથી થતા અવાજ પણ નથી ઉઠાવતા, ક્રાંતિ કરવાને બદલે બધા ભ્રાંતિ ફેલાવતા જાય છે. એમણે જે પરિક્ષાનો હાઉ સફળતાના દબાણ ખાતર ઉભો કર્યો,એ એમના જ કુમળા બાળકોને ખાઈ જાય છે. ટપોટપ કુમળા બાળકો આપઘાત કરવા લાગ્યા છે. શું કામ ? એમને લાગે છે કે મમ્મી –પપ્પા આપના માટે ખુબ કરે છે. એમના ઉંચા ઉંચા સપનાઓ છે અને મારામાં એ પુરા કરવાની ત્રેવડ નથી, એમને સ્વજનો પ્રત્યેની લાગણીને લીધે જ એ અપરાધભાવ અનુભવે છે. પોતે નકમા છે, ઠપકો જ આખી જિંદગી મળતો રહેવાનો છે, એમ માસુમો મુંઝાય છે, હિજરાય  છે.

                ડઠ્ઠર,નપાવટ,નગુણા,નકટા લોકો ખભા ઉલાળીને મનગમતા રસ્તે ભાગી છૂટે છે. પણ સંવેદનશીલ લોકો ડરી જાય છે .પ્રેમ માં પડેલા માણસ બહારથી નથી.તો અંદરથી અચુક વિહવળ થવાનો જ. આ કંટાળેલા,થાકેલા,હારેલા લોકો શરમાઇને કરમાઈ જાય છે. ‘શું મો બતાવું ?’ વિચારીને જિંદગી જ ટુકાવી દે છે . કારણ કે એમના હદય કુણા છે. એમને ધર પરિવાર સાથે લાગણી છે. એમને ન આવડવાનો , નિષ્ફળતાનો અહેસાસ થાય છે. બાકી, આટઆટલી ચુંટણીમાં હારી જતા, અને એ રીતે પોતાની પરીક્ષામા ફેઈલ થતા કોઈ રાજકારણીઓએ કદી આપધાત કર્યો ?

                હિંમતના, ભરોસાના,ખુમારીના પાઠ ભણવાથી ( વાંચો , ગોખવાની ) જો એ ગુણો આવી જતા હોત તો વિધાથીઓ આવા મુડદાલ હોત જ નહિ ! અને જો બાકીના – મોભીઓને એમના મૃત્યુથી આટલી બધી અરેરાટી થાય છે.  તો પછી આવી લબાડ, જડબતલ,ચીલાચાલુ પરિક્ષાઓ શા માટે લે છે?

                કારણ કે પરિક્ષા પણ એક બિઝનેસ છે . ટોપ સ્કોર જેટલા વધુ સ્ટુડન્ટ લઈ આવે, એટલી વધુ કેશ પણ મળે. આપની શિક્ષણ પદ્ધતિ એવી છે કે જેમાં વિદ્યાર્થી ને બધુ સાંભળવું છે. બધું જોવાનું છે. પણ વિદ્યાર્થીને કોઈ જોતું નથી, કોઈ સાંભળતું નથી.એ ફક્ત એક આંકડો બનીને રહી જાય છે . ચહેરા વિનાનો ,આત્મા વિનાનો આંકડો , ફેસ્લેસ (એન્ડ અલ્ટીમેટલી ફેઇથલેસ નંબર) :  અમુક ટકા એ પાસ થાયને તમુક નંબર મેળવનારો આંકડો. કે નાપાસ થનારો લીવીંગ સર્ટીફીકેટ નંબરનો આંકડો . કે આપધાત પછી એફઆઈઆર નો નંબર ! અને પછી એ  સ્ટુડન્ટ પેરન્ટસ બને , ત્યારે વાલીપણું એના નવા વીઝીટીંગ  કાર્ડ જવું  છે . બીજા લોકો જોઈને વખાણે ...અને જ્યાં સુધી એનું સંતાન પોતાના જેવું ન બની જાય ત્યાં સુધી એ અક્ળાતો રહે છે. આ વિશ્વચક્ર ચાલતું રહે છે. એમાં કેળવણી , એજ્યુકેશન મૂળ ઉદ્દેશ ખોવાય જાય છે. એ જે દરેક વ્યક્તિ પોતાની રીતે અજોડ છે. એનો અહેસાસ કરવાનો . એની લાક્ષણીક્તાઓ  ઓળખવા અને વિકસાવવા માટે મદદ રૂપ થવાનો અને જીવનના અવનવા રંગોમાં રસ લેતો કરવાનો,જયાં સુધી ટેસ્ટ ‘સ્ટાર્ન્ડડાઈઝડ’ હોય...ત્યાં સુધી બધા વિશિષ્ટ નહીં, સમાન જ થવાની કોશિશ કરે! આ પાયાની ગરબડ છે. બધા એક જ સરખા છે,એમની પસંદ-નાપસંદ ,સમજ-ગેરસમજ, ફેમેલી બેક્ગાઉન્ડ, માહેલ,જીન્સ,પતિભા, શોખ,આદત,બુધ્ધી એક જ સરખી છે,એમ માની ને એકસરખા સવાલો પૂછીને, એના ટિપિકલ કોપી બૂક એન્સર્સની અપેક્ષા રાખીને  તમામને એક લાકડીએ હંકારવામાં આવે છે.

        માણસ અને ઢોરમાં ફરક હોય છે. અને ઢોરે ગોખણપટ્ટી કરીને પરીક્ષાઓ આપવાની હોતી નથી.

                                                ***   

ખોલો ખોલો દરવાજે, પર્દે કરો કિનારે/ખૂંટે બંધી હૈ. હવા મિલે કે ચુરાઓ સારે/આ જાઓ પતંગ લેકે,અપને હી રંગ લેકે/આસમા કા  શમિયાના, આજ હમે હૈ સજાના...ક્યું ઇસ કદર હૈરાન તુ? મોસમ કા મહમાન તુ! ઓ દુનિયા સજી તેરે લીયે, ખુદ કો જરા પહેચાન તુ ! તુ ! ધૂપ હૈ...છમ સે બિખર,તુ હૈ નદી ,ઓ બેખબર ! બહે ચલ કહી ઉડ ચલ કહી...દિલ ખુશ જહાં, તેરી તો મંજિલ હૈ વહાં....! બાસી જીંદગી ઉદાસી,તાઝી હસને કો રાજી/ગરમાગરમ સારી,અભી અભી હૈ ઉતારી/જિંદગી તો હૈ બતાશા,મીઠી મીઠી સી હૈ આશા/ચલ લે,રખ લે, હથેળી સે ઢક લે ઉસે/તુજ મે અગર પ્યાસા હૈ,બારીશ કા ઘર ભી પાસ હૈ /ઓ રોકે તુજે કોઈ કયું ભલા, સંગ સંગ તેરે આકાશ હૈ !

                ‘તારે જમીન પર’  માટે પ્રસૂન જોશીએ લખેલી આ  અફલાતુન  કવિતા પરિક્ષાર્થી બની ગયેલા અર્થદાસ વિધાર્થીઓ માટે છે. ડીયર ફ્રેન્ડસ,પરીક્ષા ઓને બુટ ની નીચે કચડી નાખો. એના બોજ નીચે આપણું માથું કચડવા શા માટે મુકો છો ? બી બ્રેવ. ભારત નું તત્વદર્શન એક અદભૂત સંદેશ આપે છે. યંત્રવત પ્રાણાયમ કરવાને બદલે એ પ્રાણ (શ્વાસ) સાથે ધૂંટી લો જે કાય બની રહ્યું છે. બનવાનું છે. અદીઠ ,અકળ પરમ ચૈતન્ય ની અગાવથી લખાયેલી સ્ક્રિપ્ટનું જ શુટિંગ થઇ રહ્યું છે. હસના,રોના,ગાના નાચના ,ખાના ,પીના , દોડના ,ઝૂકના ,તૂટના, હારના, જીતના...સબ કુછ ! આપણે એ સ્ટોરી બદલવાના હવાતિયા મારવા કરતાં આપણા રોલ માં જીવ રેડી ને પરફોર્મ કરવા પહેલા ધ્યાન આપવાનું છે. એક્ટિંગ દમદાર હશે તો સ્ક્રીપ રાઈટર આપોઆપ એ ભુમિકાને મોટી કરતા જશે ! બાકી જે કંઈ પરીણામ આવે એનો હરખ-શોક ૨૪ કલાકથી વધુ ન રાખવો . દરેક નવો સુરજ એક જુદો દિવસ લઈ આવે છે.જયાં પાછલી નિષફળતાઓ અને સફળતાઓ બંને ભુંસાતી જાય છે ! કીપ મુવીગ એહેડ  !

                લેખક ચેતન ભગત આઇઆઇટી દિલ્હી ના એન્જીનીયર અને આઇઆઇએમ અમદાવાદના મેનેજમેન્ટ ડીગ્રી હોલ્ડર રહ્યા છે. એવા તો કેટલાય બીજા હશે. પણ ક્રિએટર ચેતન ભગત એક છે , એક્સક્લુઝિવ છે. બીજા લોકો માટે જે મંજિલ હતી, એ એમને માટે ફક્ત પગથિયા હતા ... પોતાના હદયની વાત સાંભળીને પોતાની જાત સાબિત કરવાના !

                મોટે ભાગે જમાના સાથે ચાલવામાં પોતે પાછળ રહી ગયા,એ અધુરપથી પીડાતા માતા પિતાઓ મમત્વથી પ્રેરાઈને પોતાના સંતાનને ધ બેસ્ટ બનાવવા માટે મચી પડે છે. હોશિયારીની રેડીમેઈટ ફ્રેમ માં પોતે ન ગોઠવાય શક્યા ,તો પોતાના સંતાન  ફીટ કરવા માંગે છે .  ચતેન ભગત ની ફાઈવ પોઈન્ટ સમવનની ઓરીજનલ થીમ એમના શબ્દોમાં જરૂરી ફેરફાર સાથે સમજીએ તો આવી છે.

                “પેરન્ટસ માને છે કે બેજાઓને વધુ મળ્યું છે....અને એ મેળવવા માટે ઝટ ભણીને પ્રતિષ્ઠિત સંસ્થાની ડીગ્રી લઈને નામ અને દામ કમાવવા અનિવાર્ય છે . ધણા લોકો પોતાના પરિવારોની મોટી મોટી ઇન્ટલેક્ચ્યુઅલ ટ્રેડીશન  ની વાતો કરતાં હોઈ છે.( અમારું આખું કુટુંબ હોશિયાર,ફલાણો વિદેશમાં અને ઢીંકણો આઈએએસ એવું બધું !) જે મોટે ભાગે ‘બીગ ઈગો’ હોય છે . સંતાન કોઈ સબ્જેક્ટને નફરત કરે, તો પેરેન્ટસ કે ટીચર્સ  એને નફરત કરવા લાગે છે. એ બધા સ્ટુડેન્ટ ને ઢસડે છે.ધક્કો મારે છે.ઈજ્જત ટકાવી રાખવાની જવાબદારી કુલી બનાવે છે !

               

પણ માર્કશીટસ સારા સ્ટુડેન્ટ  બનાવે છે. સારા માણસનહિ. આપણે માણસનું મુલ્યવાન એના માર્કસથી કરીએ છીએ .  ૯૦% આવ્યા, તો તમે બેસ્ટ. પચાસ ટકા આવ્યા ?યુઝલેસ ! માણસ ની વ્યાખ્યા એના ગુણપત્રકથી , હોડથી પરોશ્ન્થી કપડાંથી કે સાહેબોની ચપ્ચુલી અને નબળાઓ સાથે ચાલાકી કરીને ટકવેલી કામિયાબીથી બનતી નથી એ સિવાય પણ ધણું બધું છે .પરિવાર ભાવના , દોસ્તી,અંદરની ઈચ્છાઓ , સપ્નાઓ ,પ્યાર મુહોબ્બત.એમાં જે ગ્રેડ મળે મહત્વના છે. તમે સરે સ્કુલ-કોલજના સફળ વિદ્યાર્થી તો જ કહેવાવ, જો તમે માણસની મહાનતા સંસ્થા કે ટકાવારીના લેબલ       હટાવીને ઓળખતા શીખો.

                ડોનડ ટેઈક લાઈફ ટુ સીરીયસલી . પ્રોફેસર જેવા ધુવડગભીર ન બનો . જિંદગી ટુકી છે.એન્જોય ફૂલેસ્ત.શાળા.કોલેજ શું માત્ર માર્ક્સ મેળવવા માટે જ છે ? ના , એ મિત્રો બનાવવા માટે પણ છે,થોડી મજાની યાદો બનાવવા માટે છે, જેથી પછીની જીદગી એમાંથી શીખીને એનું પ્રમાણ ઘટાડી શકાય !’’

                યસ,દોસ્તો તમારી અને જિન્દગીની વચ્ચે પરિક્ષઓનિ  દીવાલ ચણાવા ન દો . પરિક્ષા અનીવાય છે. પણ જિંદગી કઈ સતત ત્રણ કલાક ની રીટન કલાસરૂમ ટેસ્ટ નથી જિંદગીની કસોટી વધુ અધરી હશે , એમાં તારીખો અગાવથી નક્કી નહિ થાય જવાબ સાચો હશે, તો રીઝલ્ટ મોડું મળશે ,પણ ખોટું નહિ મળે ! અને એમાં બધું જ કંટાળાજનક નહિ હોય . એમાં કસોટી હશે તો હુતુહલ પણ હશે મહેનત હશે તો મનોરંજન પણ હશે ,તો ધુળેટીનિ પિચકારી ની રંગીન શીતળતા પણ હશે , ક્યારેક ઝીરો , કયારેક સેન્ચૂરી ... પણ રમવાનું મુકાય ? એ ચાલુ રાખો તો ગ ભાવ વધે ને ! ટેન્સન તો રામ અને ક્રિષ્નને હતા,સોનિયા કે અમીતાબને પણ હોય છે. માણસ મોટા એક પડકારો ય મોડો !

                જગતમાં અઠળક  એવા દાખલાઓ છે.કે જમા તદન અધકારમય, ધુધળો ભૂતકાળ ધરાવનાર માણસે ભવિષ્ય કટાયું હોય,વ્યક્તિતવ સુવાલ્પથી નહિ સધ્ષ ધડાતું હોય છે અને કટોકટી આવે, તો જ એની દુનિયાને ખબર પડતી હોય છે. ખોરી ખોરી શીન્ગના હવાઈ ગયેલા ફોતરા જેટલી યે લાયકાત ના ધરાવતી પરિક્ષાઓથી ડરીને શું મારવાનું / મરવું હોય તો આર્મી જતા રહો. કોઈક સારા કામના પરિણામ માટે જાતને જોતરી દો , ફના થાય જાઓ . આવી ભાગેડુવૃતિના કાયરો તો પશુપંખી , જીવજંતુ કે માછલીમાં પણ નથી .

                જન્મ અને મરણના ‘પ્લે ‘ તથા ‘સ્ટોપ’ ના બટન આપણા હાથમાં નથી, એમાં ડીસ્ટર્બ્ન્સ  કરવાથી શીખની ગેરેંટી નથી. મારીને સુખી થનારા આત્મા કોઈ કહેવા આવ્યો છે ? ઉલટા અકાળમૃત્યુંથી દુ:ખી થયાને અવગતીયે જઈ પ્રેત થનાર આત્મા કોઈ વાર્તાઓ દુનિયાભરની સંસ્કૃતિઓને સાંભળી છે . કદી કોઈ મચ્છરને આત્મ હત્યા કરતો જોયો છે ? કોઈ ભૂંડને ઝેર પીતું જોયું છે ? કોઈ અળસિયાને ગળાફાંસો ખાતું નિહાળ્યું છે ? તો માણસ શું ? મચ્છર, ભૂંડ , અળસિયાથી , પણ વધુ પલાયનવાદી છે ?

ટેઈક લાઈફ લાઈટ એન્ડ ફાઈટ રાઈટ , કહી દો એક્ઝામ્સને ...હમ સે હે મુકાબલા , હમ સે ના ટકરાના ! આ લેખના શીર્ષકવળા ’ખોટે સિક્કે’ ફિલ્મના પ્રેરણાદાયી ગીતની આગળની કડી સંભાળવી છે ?

                ...........હિમત વાલે કો ..... મરના નહિ  !

 

                              ********       પાવર પંચ  *********

                        કરતાંજાળ કરોળિયા , ભોય પડી પછડાય

                        વણ તૂટેલ તાંતણે , ઉપર ચઢાવા જાય

                        મે’નત તેણે શરુ કરી , ઉપર ચઢાવા માટ ,

                        પણ પાંછો હેઠે પડ્યો , ફાવ્યો નહિ કો ઘાટ .

                        એ રીતે માંડી રહ્યો , ફરી ફરી બે-ત્રણ  વાર

                        પણ તેમાં નહિ ફાવતા , ફરી થયો તૈયાર

                        હિમત રાખી હોશથી, ભીડ્યો છઠીવાર ,

                        ધીરજથી જાળે જાઈ,પો’ચ્યો ટે નિર્ધાર

                        ફરીફરીને ખંતથી , યાતન કર્યો નહિ હોત

                        ચગદાઈ પગ તળે , મારી જાત વણ  મોત

                        એ રીતે જો માણસો , રાખી મનમાં ખંત

                        આળસ તજી , મે’ નત કરે પામે લાભ અંનત .

                                ( કવિ દલપતરામ  )