Page Views: 25616

વિરાટ તોડી શકે છે સચિનનો રેકોર્ડ

ટાર્ગેટ ચેજ કરતા કરતા સૌથી વધુ સદી બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે વિરાટ

ન્યુ દિલ્હી 19/01:

       ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝની બીજી મેચ આજે બપોરે 1: 30 કલાકથી કટકમાં રમાશે. પૂણે વન ડે જીતીને સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. કટકમાં જો ટીમ ઇન્ડિયા જીતે છે તો સીરિઝ પર તેનો કબજો થઇ જશે. કટકમાં વિરાટ કોહલી ટાર્ગેટ ચેજ કરતા સૌથી વધુ સદી ફટકારવાના સચિન તેંડુલકરના રેકોર્ડને પાછળ છોડી શકે છે. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોની વન ડેમાં સૌથી વધુ રન બનાવવાના મામલે વિશ્વનો 16મો પ્લેયર બની શકે છે. આ મેચમાં આવા જ 8 રેકોર્ડ બની શકે છે.

 - ભારતે કટકમાં 15 મેચ રમી છે જેમાંથી 11 મેચ જીતી છે. અહી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 મુકાબલા રમાયા છે. જેમાં 2 ભારત જ્યારે 2 ઇંગ્લેન્ડે જીત્યા છે.
- કટકમાં ભારતે અંતિમ મેચ નવેમ્બર 2014માં શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી. જેમાં ભારતનો 169 રને વિજય થયો હતો
- ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતે અંતિમ મેચ અહી નવેમ્બર 2008માં રમી હતી. જેમાં ભારતનો 6 વિકેટે વિજય થયો હતો.

 - ભારત જો ચેજ કરે છે અને વિરાટ કોહલી સદી ફટકારે છે તો તે ટાર્ગેટ ચેજ કરતા સૌથી વધુ સદી બનાવવાનો સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દેશે.
- ટાર્ગેટ ચેજ કરતા સમયે બન્ને પ્લેયર્સના નામે 17 સદી ફટકારવાનો રેકોર્ડ છે.
- વિરાટે સીરિઝની પ્રથમ વન ડેમાં 122 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં વિરાટે ટાર્ગેટ ચેજ કરતા સદી ફટકારી સચિનના રેકોર્ડની બરાબરી કરી હતી